LSG vs PBKS Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ લખનઉ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 LSG vs PBKS Head To Head : આઈપીએલમાં લખનઉ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે

IPL 2025 LSG vs PBKS Head To Head : આઈપીએલમાં લખનઉ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2025, LSG vs PBKS Head To Head, LSG vs PBKS

IPL 2025 LSG vs PBKS Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ લખનઉ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Lucknow Super Giants vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની 13મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 1 એપ્રિલના રોજ લખનઉના સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉનું પલડું ભારે છે.

Advertisment

લખનઉ સુપર જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનઉ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 257 રન અને લોએસ્ટ સ્કોર 159 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 201 અને લોએસ્ટ સ્કોર 133 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી લખનઉનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી અને તે મેચમાં લખનઉનો વિજય થયો હતો.

આ પણ વાંચો - CSK માં કેવી રીતે નક્કી થાય છે ધોનીનો બેટિંગ ઓર્ડર? ટીમ માટે કેમ જરૂરી છે 43 વર્ષનો આ ખેલાડી, જાણો

Advertisment

લખનઉના હોમગ્રાઉન્ડ સ્ટેડિયમમાં લખનઉ કુલ 14 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યંશ શેગડે, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

આઈપીએલ 2025 લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ Rishabh pant ક્રિકેટ IPL સ્પોર્ટ્સ