LSG vs PBKS, IPL 2025: આઈપીએલ 2025, અર્શદીપ અને પ્રભસિમરન સિંહ ઝળક્યા, પંજાબ કિંગ્સનો સતત બીજો વિજય

LSG vs PBKS Score, Lucknow Super Giants vs Punjab Kings IPL 2025 : પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો. પ્રભસિમરન સિંહ (69) અને શ્રેયસ ઐયરની અડધી સદી (52)

LSG vs PBKS Score, Lucknow Super Giants vs Punjab Kings IPL 2025 : પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો. પ્રભસિમરન સિંહ (69) અને શ્રેયસ ઐયરની અડધી સદી (52)

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2025 LSG vs PBKS Live Score, IPL 2025, LSG vs PBKS Live Score

LSG vs PBKS Score, IPL 2025: આઈપીએલ 2025, લખનઉ વિ પંજાબ મેચ

LSG vs PBKS IPL 2025 Updates, Lucknow Super Giants vs Punjab Kings : અર્શદીપ સિંહની 3 વિકેટ બાદ પ્રભસિમરન સિંહ (69)અને શ્રેયસ ઐયરની અડધી સદી (52)ની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 16.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઇ, અબ્દુલ સમદ, અવેશ ખાન.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યંશ શેગડે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

  • Apr 01, 2025 23:08 IST

    IPL 2025 LSG vs PBKS Live : પંજાબ કિંગ્સનો 8 વિકેટે વિજય

    અર્શદીપ સિંહની 3 વિકેટ બાદ પ્રભસિમરન સિંહ (69)અને શ્રેયસ ઐયરની અડધી સદી (52)ની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 16.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.



  • Apr 01, 2025 23:07 IST

    IPL 2025 LSG vs PBKS Live : શ્રેયસ ઐયરના અણનમ 52 રન

    શ્રેયસ ઐયરના 30 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 52 રન. નેહલ વાઢેરાના 24 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 43 રન.



  • Advertisment
  • Apr 01, 2025 22:12 IST

    IPL 2025 LSG vs PBKS Live : પ્રભસિમરન સિંહ 69 રને આઉટ

    પ્રભસિમરન સિંહ 34 બોલમાં 9 ફોર અને 3 સિક્સર સાથે 69 રન બનાવી દિગ્વેશ રાઠીની ઓવરમાં આઉટ થયો. પંજાબે 110 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 01, 2025 22:10 IST

    IPL 2025 LSG vs PBKS Live : પ્રભસિમરન સિંહની અડધી સદી

    પ્રભસિમરન સિંહે 23 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 01, 2025 21:44 IST

    IPL 2025 LSG vs PBKS Live : પ્રિયાંશ આર્યા આઉટ

    પ્રિયાંશ આર્યા 9 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી દિગ્વેશ રાઠીની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 26 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 01, 2025 21:17 IST

    IPL 2025 LSG vs PBKS Live : પંજાબ કિંગ્સને 172 રનનો પડકાર

    આઈપીએલ 2025ની 13મી મેચમાં પંજાબ કિંગ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 172 રનનો પડકાર મળ્યો છે. પંજાબ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી છે.



  • Apr 01, 2025 21:16 IST

    IPL 2025 LSG vs PBKS Live : આયુષ બદોનીના 41 રન

    આયુષ બદોની 31 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે 41 રને અર્શદીપ સિંહનો શિકાર બન્યો. જ્યારે અબ્દુલ સમદ 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 27 રને આઉટ થયો.



  • Apr 01, 2025 20:29 IST

    IPL 2025 LSG vs PBKS Live : નિકોલસ પૂરન આઉટ

    નિકોલસ પૂરન 30 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 44 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 01, 2025 20:16 IST

    IPL 2025 LSG vs PBKS Live : પંત 2 રને આઉટ

    ઋષભ પંત 5 બોલમાં 2 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 35 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 01, 2025 19:52 IST

    IPL 2025 LSG vs PBKS Live : માર્કરામ 28 રને બોલ્ડ

    એડન માર્કરામ 18 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 28 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 32 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 01, 2025 19:35 IST

    IPL 2025 LSG vs PBKS Live : મિચેલ માર્શ પ્રથમ બોલે આઉટ

    મિશેલ માર્શ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહની ઓવરમાં આઉટ થયો. લખનઉએ 1 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 01, 2025 19:13 IST

    IPL 2025 LSG vs PBKS Live : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નો



  • Apr 01, 2025 19:13 IST

    IPL 2025 LSG vs PBKS Live : પંજાબ કિંગ્સ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યંશ શેગડે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.



  • Apr 01, 2025 19:02 IST

    IPL 2025 LSG vs PBKS Live : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 13મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 01, 2025 18:43 IST

    IPL 2025 LSG vs PBKS Live : લખનઉ સુપર જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં લખનઉ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 257 રન અને લોએસ્ટ સ્કોર 159 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 201 અને લોએસ્ટ સ્કોર 133 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે.



  • Apr 01, 2025 18:43 IST

    IPL 2025 LSG vs PBKS Live : લખનઉ વિ પંજાબ મુકાબલો

    આઈપીએલ 2025ની 13મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના સ્ટેડિયમમાં રમાશે.



આઈપીએલ 2025 લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ Rishabh pant ક્રિકેટ IPL સ્પોર્ટ્સ