LSG vs DC Head To Head : આઈપીએલ 2025, લખનઉ વિ દિલ્હી હેડ ટુ હેડ રેકોર્ડ, કોનો છે દબદબો

IPL 2025 LSG vs DC Head To Head : આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉ અને દિલ્હી ટીમનું સમાન પ્રભુત્વ છે. લખનઉ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 3 મેચમાં દિલ્હીનો વિજય થયો છે

IPL 2025 LSG vs DC Head To Head : આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉ અને દિલ્હી ટીમનું સમાન પ્રભુત્વ છે. લખનઉ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 3 મેચમાં દિલ્હીનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs DC Head To Head, LSG vs DC , IPL 2025

LSG vs DC Head To Head : આઈપીએલ 2025, લખનઉ વિ દિલ્હી હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Lucknow Super Giants vs Delhi Capitals Head To Head Records : આઈપીએલ 2025ની 40મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 22 એપ્રિલના રોજ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં દિલ્હી 7 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. જ્યારે લખનઉ 8 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે.

Advertisment

લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉ અને દિલ્હી ટીમનું સમાન પ્રભુત્વ છે. લખનઉ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 3 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 211 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 209 અને લોએસ્ટ સ્કોર 167 રન છે. 2025ની સિઝનમાં બન્ને વચ્ચે આ પહેલા એક મેચ રમાઇ હતી. જેમાં દિલ્હીનો વિજય થયો હતો.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી દિલ્હીનો ત્રણેય મેચમાં વિજય થયો છે. લખનઉ એકપણ મેચ જીતી શક્યું નથી.

આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત, નંબર વનનું સ્થાન મજબૂત બનાવ્યું

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ : અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઇ, શાર્દુલ ઠાકુર, પ્રિન્સ યાદવ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.

આઈપીએલ 2025 લખનઉ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ કે એલ રાહુલ Rishabh pant ક્રિકેટ IPL સ્પોર્ટ્સ