LSG vs SRH Head To Head : આઈપીએલ 2025, લખનઉ સુપર જાયન્ટ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 LSG vs SRH Head To Head : આઈપીએલમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 4 મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે

IPL 2025 LSG vs SRH Head To Head : આઈપીએલમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 4 મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs SRH Head To Head, LSG vs SRH, IPL 2025

LSG vs SRH Head To Head : આઈપીએલ 2025, લખનઉ સુપર જાયન્ટ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Lucknow Super Giants vs Sunrisers Hyderabad Head To Head Records : આઈપીએલ 2025ની 61મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 19 મે ના રોજ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં લખનઉ 11 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદનો 11 મેચમાંથી 3 મેચમાં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

Advertisment

લખનઉ સુપર જાયન્ટ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 4 મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 193 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 190 છે અને લોએસ્ટ સ્કોર 121 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી લખનઉનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. 2025ની સિઝનમાં આ પહેલા બન્ને ટકરાયા ત્યારે લખનઉનો વિજય થયો હતો.

આ પણ વાંચો - ‘એકદમ બદલી ગયો વિરાટ’,પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી એરપોર્ટ પર જાપ માળા સાથે સ્પોટ થયો, જુઓ Video

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઇશાન કિશન, સચિન બેબી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, ડેવિડ મિલર, આકાશ સિંહ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન, મયંક યાદવ, પ્રિન્સ યાદવ.

આઈપીએલ 2025 સનરાઇઝર્સ હૈદરાબાદ લખનઉ સુપર જાયન્ટ્સ Rishabh pant ક્રિકેટ IPL સ્પોર્ટ્સ