આઈપીએલ 2025ની મેગા હરાજી ક્યારે યોજાશે? અહીં જાણો સંભવિત તારીખ અને રિટેન ખેલાડીઓની યાદી

IPL 2025 Mega Auction Date : ક્રિકેટ પ્રશંસકોની નજર આઈપીએલ 2025ની મેગા હરાજી પર છે. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આ હરાજીમાં જોડાશે

Written by Ashish Goyal
September 12, 2024 15:09 IST
આઈપીએલ 2025ની મેગા હરાજી ક્યારે યોજાશે? અહીં જાણો સંભવિત તારીખ અને રિટેન ખેલાડીઓની યાદી
IPL 2025 Mega Auction : ચાહકો આતુરતાથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 મેગા હરાજીના અપડેટની રાહ જોઈ રહ્યા છે.

IPL 2025 Mega Auction Date, Time, Venue, Players List, આઈપીએલ 2025 મેગા હરાજી : ક્રિકેટ પ્રશંસકોની નજર આઈપીએલ 2025ની મેગા હરાજી પર છે. ચાહકો આતુરતાથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 મેગા હરાજીના અપડેટની રાહ જોઈ રહ્યા છે. આઇપીએલ 2025 માટે મેગા હરાજી યોજાવાની છે. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને ખેલાડીઓ તેમાં જોડાશે. અહીં તમને આઈપીએલ 2025 વિશે બધી જ માહિતી જણાવી રહ્યા છીએ.

આઈપીએલ 2025 મેગા હરાજી રાઇટ ટૂ મેચ

વર્ષ 2024માં આઈપીએલ 2025ની 18મી સિઝન માટે મેગા હરાજી થશે. આવામાં ફ્રેન્ચાઈઝીઓને પોતાની ટીમ બનાવવાની તક આપવામાં આવશે અને ખેલાડીઓને રિટેન કરવા માટે મર્યાદિત વિકલ્પો આપવામાં આવશે. દરેક ફ્રેન્ચાઈઝીને રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડ આપવામાં આવે તેવી શક્યતા છે. આ કાર્ડથી ટીમ તેના એક ખેલાડી માટે સૌથી વધુ બોલી લગાવી શકે છે અને તેને જાળવી રાખી શકે છે. આરટીએમ કાર્ડ એ એક વ્યૂહાત્મક ટૂલ છે જે ટીમની સંરચના અને પ્રદર્શનને મહત્વપૂર્ણ રીતે પ્રભાવિત કરી શકે છે.

રિટેન થનારા સંભવિત ખેલાડીઓની યાદી

ટીમરિટેન થનાર સંભવિત ખેલાડીઓ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરવિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, કેમરૂન ગ્રીન, ગ્લેન મેક્સવેલ.
કોલકાતા નાઇટ રાઇડર્સસુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, શ્રેયસ ઐયર, વરુણ ચક્રવર્તી.
દિલ્હી કેપિટલ્સઋષભ પંત, અક્ષર પટેલ, જેક ફ્રેઝર-મેકગર્ક, કુલદીપ યાદવ
પંજાબ કિંગ્સસેમ કરન, અર્શદીપ સિંહ, શશાંક સિંહ, આશુતોષ શર્મા.
રાજસ્થાન રોયલ્સસંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ.
સનરાઇઝર્સ હૈદરાબાદભુવનેશ્વર કુમાર, અભિષેક શર્મા, ટી નટરાજન, ટ્રેવિસ હેડ
ચેન્નાઈ સુપર કિંગ્સરુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની.
લખનૌ સુપર જાયન્ટ્સકેએલ રાહુલ, નિકોલસ પૂરણ, માર્કસ સ્ટોઇનિસ, મયંક યાદવ.
ગુજરાત ટાઇટન્સશુભમન ગિલ, સાઇ સુદર્શન, મોહમ્મદ શમી, રાશિદ ખાન.
મુંબઈ ઈન્ડિયન્સહાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા.

આઈપીએલ 2025 મેગા હરાજી તારીખ

આઇપીએલ 2025 માટેની મેગા હરાજી ડિસેમ્બર 2024માં કે ફેબ્રુઆરી 2025માં યોજાય તેવી શક્યતા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેગા હરાજી જૂની સિઝનની જેમ જ બે દિવસની પ્રક્રિયા બની રહેશે. આ તારીખ એ અપેક્ષિત તારીખો છે જે પાછલી સિઝન મુજબ અંદાજ લગાવવામાં આવ્યો છે, જેમ કે આઈપીએલ 2022ની હરાજી ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. જ્યારે આગામી બે સિઝન 2023 અને 2024ની હરાજી ડિસેમ્બર મહિનામાં થઈ હતી. તેથી આઈપીએલની અગાઉની સિઝનની જેમ 18મી સિઝનમાં પણ આવું થઈ શકે છે.

આઈપીએલ 2025 હરાજી ખેલાડીઓની કેટેગરી

આઈપીએલની હરાજી માટે ખેલાડીઓની અલગ અલગ કેટેગરી છે.

કેપ્ડ પ્લેયર્સ : એવા ખેલાડીઓ કે જેઓ કોઈ પણ ફોર્મેટમાં દેશની સિનિયર ટીમમાં સામેલ રહ્યા હોય અને ઓછામાં ઓછા એક વખત તો રમ્યા હોય.

અનકેપ્ડ ખેલાડીઓ: ડોમેસ્ટિક ખેલાડીઓ કે જેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સર્કિટમાં રમ્યા છે પરંતુ તેમણે ક્યારેય ભારતનું પ્રતિનિધિત્વ કર્યું નથી.

વિદેશી ખેલાડીઓ : આ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટીમોનો ભાગ છે. તેમાં કોઇ ફરક પડતો નથી કે ખેલાડીઓ કઈ કેટેગરીમાં આવે છે. આઈપીએલની ટીમમાં વધુમાં વધુ આઠ વિદેશી ખેલાડીઓ રાખી શકે છે.

આઈપીએલ 2025 સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો

આઇપીએલ 2025 મેગા હરાજીની તારીખડિસેમ્બર 2024 કે ફેબ્રુઆરી 2025ની વચ્ચે સંભવિત છે
સમયસવારે 11:30 વાગ્યે અને બપોરે 1:00 કલાકે (ભારતીય સમયાનુસાર)
હરાજી ફોર્મેટમેગા હરાજી દર ત્રણ વર્ષે યોજાય છે.
હરાજી સમયગાળોઆ કાર્યક્રમ બે દિવસનો યોજાય તેવી સંભાવના છે.
રિટેન્શન નિયમદરેક ટીમ માત્ર 3-4 ખેલાડીઓને રિટેન કરી શકે છે
હરાજી માટે ટીમનું બજેટપ્રત્યેક ટીમ દીઠ રૂ. 100 કરોડ; ઓછામાં ઓછા 75% (75 કરોડ રૂપિયા) ખેલાડીઓ પર ખર્ચ કરવા જોઈએ.
રાઇટ ટુ મેચ કાર્ડદરેક ફ્રેન્ચાઈઝીને આ આપવામાં આવે તેવી શક્યતા છે.
ખેલાડીઓની કેટેગરીકેપ્ડ પ્લેયર (ભારતીય, આંતરરાષ્ટ્રીય), અનકેપ્ડ પ્લેયર (ભારતના ડોમેસ્ટિક), વિદેશી (કેપ્ડ/અનકેપ્ડ વિદેશી)
કેટલી સંભવિત મેચો રમાશેઆગામી સિઝન માટે પ્રસ્તાવિત 84 મેચ, 2027 સુધીમાં વધીને 94 થઈ જશે.
ટીમ સંરચના નિયમોઓછામાં ઓછા 18 ખેલાડીઓ, ટીમ દીઠ મહત્તમ 25 ખેલાડીઓ; 8 થી વધુ વિદેશી ખેલાડીઓ નહીં, એક સાથે ફક્ત 4 પ્લેઇંગ ઇલેવનમાં રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ