IPL 2025 Auction : આઈપીએલ 2025 મેગા હરાજીની તારીખ જાહેર, 1574 ખેલાડીઓએ કર્યું રજિસ્ટ્રેશન

IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 ની મેગા હરાજીમાં 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે

Written by Ashish Goyal
Updated : November 05, 2024 23:54 IST
IPL 2025 Auction : આઈપીએલ 2025 મેગા હરાજીની તારીખ જાહેર, 1574 ખેલાડીઓએ કર્યું રજિસ્ટ્રેશન
IPL 2025 Mega Auction : આઇપીએલ 2025ની મેગા હરાજીની તારીખો જાહેર કરવામાં આવી છે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Mega Auction Dates Announced : આઇપીએલ 2025ની મેગા હરાજીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી ટી-20 લીગની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. આઇપીએલે તેની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે ખેલાડીઓની સંખ્યાથી લઈને તમામ માહિતી શેર કરી છે.

1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓ

આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ખેલાડીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 4 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. કુલ 1574 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓમાં 320 ખેલાડીઓ એવા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચુક્યા છે. જ્યારે 1224 ખેલાડીઓ અનકેપ્ડ છે. એસોસિએટ નેશન્સના 30 ખેલાડીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો – હેનરિક ક્લાસેન રિટેન કરાયેલા પ્લેયરમાં સૌથી મોંઘો પ્લેયર, જાણો કોહલીને કેટલા રૂપિયા મળ્યા

આઈપીએલની 10 ટીમોને છ ખેલાડીઓને રિટેન કરવાની છુટ આપવામાં આવી હતી, જેની જાહેરાત 31મી ઓક્ટોબરે કરવામાં આવી હતી. રિટેન્શન બાદ હવે કુલ 204 સ્થાન છે જેના માટે ટીમો આ ખેલાડીઓ પર બોલી લગાવશે. દરેક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ ટીમમાં રાખી શકે છે.

ભારત બાદ સાઉથ આફ્રિકામાં સૌથી વધુ 91 ખેલાડીઓ

હરાજીમાં ભારત બાદ સાઉથ આફ્રિકામાં સૌથી વધુ 91 ખેલાડીઓના નામ છે. આ પછી ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે તેમના 76 ખેલાડીઓએ રજિસ્ટર કરાવ્યું છે. આ સિવાય ઇંગ્લેન્ડના 52, ન્યૂઝીલેન્ડના 39 અને અફઘાનિસ્તાનના 29 ખેલાડીઓ સામેલ થશે. આ હરાજીમાં શ્રીલંકાના 29 ખેલાડીઓને રજિસ્ટેશન કરાવ્યું છે.

કયા દેશના કેટલા ખેલાડીઓ

અફઘાનિસ્તાન29
ઓસ્ટ્રેલિયા76
બાંગ્લાદેશ13
કેનેડા4
ઇંગ્લેન્ડ52
આયર્લેન્ડ9
ઇટાલી1
નેધરલેન્ડ્સ12
ન્યૂઝીલેન્ડ39
સ્કોટલેન્ડ2
દક્ષિણ આફ્રિકા91
શ્રીલંકા29
UAE1
અમેરિકા10
વેસ્ટ ઇન્ડિઝ33
ઝિમ્બાબ્વે8

આ દિગ્ગજો હરાજીમાં જોવા મળશે

આઈપીએલ 2025ની મેગા હરાજીમાં ઋષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહર જોવા મળશે. આ સિવાય ડેવિડ વોર્નર, જોસ બટલર, ક્વિન્ટન ડી કોક, ગ્લેન મેક્સવેલ, ફાફ ડુપ્લેસિસ, ફિલ સોલ્ટ, સેમ કુરન અને મિશેલ સ્ટાર્ક જેવા મોટા ખેલાડીઓ પણ હરાજીમાં જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ