MI vs KKR Head To Head : આઈપીએલ 2025, કોલકાતા વિ મુંબઈ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 MI vs KKR Head To Head : આઈપીએલમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાં 23 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં કોલકાતાનો વિજય થયો છે

Written by Ashish Goyal
March 31, 2025 14:41 IST
MI vs KKR Head To Head : આઈપીએલ 2025, કોલકાતા વિ મુંબઈ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ
ipl 2025 MI vs KKR Head To Head : આઈપીએલ 2025, કોલકાતા વિ મુંબઈ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Mumbai Indians vs Kolkata Knight Riders Head To Head Records : આઈપીએલ 2025ની 12મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 31 માર્ચના રોજ મુંબઈના વાનખેડ સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈનું પલડું ભારે છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ વિ મુંબઈ ઇન્ડિન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાં 23 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 108 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 232 અને લોએસ્ટ સ્કોર 67 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી કેકેઆરનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં કેકેઆરનો વિજય થયો હતો.

મુંબઈના સ્ટેડિયમમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે 11 મેચ રમાઇ છે. જેમાં 9 મેચમાં મુંબઈનો વિજય થયો છે અને 2 મેચમાં કેકેઆરનો વિજય થયો છે.

આ પણ વાંચો – અમદાવાદમાં શુભમન ગિલે મેળવી ખાસ સિદ્ધિ, ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઈટ રાઈડર્સ : ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રયાન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ