MI vs KKR IPL 2025 Updates, Mumbai Indians vs Kolkata Knight Riders : અશ્વિની કુમારના તરખાટ (4 વિકેટ) પછી રયાન રિકેલ્ટનની અણનમ અડધી સદીની (62) મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતા 16.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે.
રયાન રિકલ્ટને 41 બોલમાં 4 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 62 રન બનાવ્યા. જ્યારે સૂર્યકુમાર યાદવે 9 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 27 રન બનાવ્યા.. કેકેઆર તરફથી આન્દ્રે રસેલે 2 વિકેટ ઝડપી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, અંગક્રીશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.
મુંબઈ ઇન્ડિયન્સ : રયાન રિકેલ્ટન, વિલ જેક્સ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગનેશ પુથુર.