MI vs RCB Head To Head : આઈપીએલ 2025, મુંબઈ વિ બેંગલોર હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 MI vs RCB Head To Head : આઈપીએલમાં આરસીબી અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં બેંગલોરનો વિજય થયો છે

IPL 2025 MI vs RCB Head To Head : આઈપીએલમાં આરસીબી અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં બેંગલોરનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs RCB head to head, MI vs RCB, ipl 2025

MI vs RCB Head To Head : આઈપીએલ 2025, મુંબઈ વિ બેંગલોર હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Mumbai Indians vs Royal Challengers Bengaluru Head To Head Records : આઈપીએલ 2025ની 20મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ 7 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈનું પલડું ભારે છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર હેડ ટુ હેડ

આઈપીએલમાં આરસીબી અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં બેંગલોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 111 રન છે. જ્યારે બેંગલોરનો હાઇએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 122 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં બેંગલોરના વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં મુંબઈનો વિજય થયો હતો.

આ પણ વાંચો - ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમની વાત કરવામાં આવે તો આરસીબી અને મુંબઈ વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં 8 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 2 આરસીબીનો વિજય થયો છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, વિલ જેક્સ, રયાન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, વિગ્નેશ પુથુર.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક ક્રિકેટ IPL રોહિત શર્મા Virat Kohli સ્પોર્ટ્સ