MI vs RCB IPL 2025 Updates, Mumbai Indians vs Royal Challengers Bengaluru: વિરાટ કોહલી અને રજત પાટીદારની અડધી સદી બાદ ક્રૃણાલ પંડ્યાની શાનદાર બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2025માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. બેંગલોરે 20 ઓવરમાં 5 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 209 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ : વિલ જેક્સ, રયાન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, વિગ્નેશ પુથુર.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.