MI vs SRH Head To Head : આઈપીએલ 2025, મુંબઈ વિ હૈદરાબાદ હેડ ટુ હેડ રેકોર્ડ, કઇ ટીમ છે મજબૂત

IPL 2025 MI vs SRH Head To Head : આઈપીએલમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાંથી 13 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે

IPL 2025 MI vs SRH Head To Head : આઈપીએલમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાંથી 13 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs SRH Head To Head, MI vs SRH, IPL 2025

MI vs SRH Head To Head : આઈપીએલ 2025, મુંબઈ વિ હૈદરાબાદ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Mumbai Indians vs Sunrisers Hyderabad Head To Head Records : આઈપીએલ 2025ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 17 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈનું પલડું ભારે છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાંથી 13 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 246 રન અને લોએસ્ટ સ્કોર 87 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 277 અને લોએસ્ટ સ્કોર 96 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે એક મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને ટીમનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - આ યુવા ક્રિકેટરનો સંઘર્ષ ફિલ્મી સ્ટોરી કરતાં પણ વધુ રોમાંચક છે

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં મુંબઈનો વિજય થયો છે અને 2 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, કર્ણ શર્મા, જસપ્રીત બુમરાહ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, ઇશાન મલિંગા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.

આઈપીએલ 2025 સનરાઇઝર્સ હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક ક્રિકેટ IPL સ્પોર્ટ્સ