MI vs GT Head To Head : આઈપીએલ 2025, મુંબઈ ઇન્ડિયન્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 MI vs GT Head To Head : આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે

IPL 2025 MI vs GT Head To Head : આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs GT Head To Head, MI vs GT, IPL 2025

MI vs GT Head To Head : આઈપીએલ 2025, મુંબઈ ઇન્ડિયન્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Mumbai Indians vs Gujarat Titans Head To Head Records : આઈપીએલ 2025ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 6 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં મુંબઈ 11 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. જ્યારે ગુજરાતનો 10 મેચમાંથી 7 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું સહેજ ભારે છે.
આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 233 અને લોએસ્ટ સ્કોર 168 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 218 છે અને લોએસ્ટ સ્કોર 152 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ગુજરાતનો ત્રણેય મેચમાં વિજય થયો છે. મુંબઈ એકપણ મેચ જીતી શક્યું નથી. 2025ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને વચ્ચે મેચ રમાઇ હતી તેમાં ગુજરાતનો વિજય થયો હતો.

આ પણ વાંચો - 18 પોઇન્ટ સુધી પહોંચી શકે છે 5 ટીમો, જાણો કેવું છે પ્લેઓફનું સમીકરણ

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાંઇ કિશોર, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝે, પ્રસિદ્ધ ક્રિષ્ના.

આઈપીએલ 2025 મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઇટન્સ હાર્દિક shubman gill ક્રિકેટ IPL રોહિત શર્મા સ્પોર્ટ્સ