MI vs PBKS Head To Head : આઈપીએલ 2025, મુંબઈ ઇન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 MI vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં મુંબઈનો વિજય થયો છે.

IPL 2025 MI vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં મુંબઈનો વિજય થયો છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs PBKS Head To Head, MI vs PBKS, IPL 2025

MI vs PBKS Head To Head : આઈપીએલ 2025, મુંબઈ ઇન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Mumbai Indians vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની 69મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 26 મે ના રોજ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં પંજાબ 13 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. જ્યારે મુંબઈનો 13 મેચમાંથી 8 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં મુંબઈનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 230 અને લોએસ્ટ સ્કોર 119 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 87 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે. 2025ની સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે.

આ પણ વાંચો - શું ધોનીએ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે? ગુજરાત સામેની મેચ પછી ‘થાલા’એ શું કહ્યું?

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સ : રેયાન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

હાર્દિક પંડ્યા આઈપીએલ 2025 મુંબઈ ઈન્ડિયન્સ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ