KKR vs RCB IPL 2025 Updates : વિરાટ કોહલી (59)અને ફિલ સોલ્ટની (56)અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 16.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આરસીબીએ જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સ્પેન્સર જોન્સન.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ , વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.





