PBKS vs CSK Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ ચેન્નઇ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 PBKS vs CSK Head To Head : આઈપીએલમાં પંજાબ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં પંજાબનો વિજય થયો છે

IPL 2025 PBKS vs CSK Head To Head : આઈપીએલમાં પંજાબ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં પંજાબનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PBKS vs CSK Head To Head, IPL 2025

PBKS vs CSK Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ ચેન્નઇ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Punjab Kings vs Chennai Super Kings Head To Head Records : આઈપીએલ 2025ની 22મી મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 8 એપ્રિલના રોજ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ચેન્નઇનું પલડું ભારે છે.

Advertisment

પંજાબ કિંગ્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં પંજાબ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નઇનો હાઈએસ્ટ સ્કોર 240 અને લોએસ્ટ સ્કોર 120 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 92 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યાંશ શેગડે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, આર અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

આઈપીએલ 2025 પંજાબ કિંગ chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL સ્પોર્ટ્સ