PBKS vs CSK : આઈપીએલ 2025, ચેન્નઇ સુપર કિંગ્સનો સતત ચોથો પરાજય, પંજાબ કિંગ્સનો વિજય

PBKS vs CSK Live Score Streaming, Punjab Kings vs Chennai Super Kings IPL 2025 : પ્રિયાંશ આર્યાના 42 બોલમાં 7 ફોર અને 9 સિક્સરની મદદથી 103 રન. ચેન્નઇ સુપર કિંગ્સનો 18 રને પરાજય

Written by Ashish Goyal
Updated : April 08, 2025 23:33 IST
PBKS vs CSK : આઈપીએલ 2025, ચેન્નઇ સુપર કિંગ્સનો સતત ચોથો પરાજય, પંજાબ કિંગ્સનો વિજય
PBKS vs CSK Score, IPL 2025: આઈપીએલ 2025, પંજાબ વિ ચેન્નઇ વચ્ચે મેચ

PBKS vs CSK IPL 2025 Updates, Punjab Kings vs Chennai Super Kings: પ્રિયાંશ આર્યાની સદી (103)અને શશાંક સિંહની અડધી સદીની (અણનમ 52)મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 18 રને વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવી શક્યું હતું. ચેન્નઇનો સતત ચોથો પરાજય થયો છે.

ચેન્નઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ

-જાડેજા 9 અને વિજય શંકર 2 રને અણનમ.

-ચેન્નઇ સુપર કિંગ્સે 19.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ધોની 12 બોલમાં ફોર અને 3 સિક્સર સાથે 27 રને યશ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.

-ડેવોન કોનવે 49 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 69 રને રિટાયર્ડ હર્ટ થયો.

-શિવમ દુબે 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 42 રને ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ.

-ડેવોન કોનવેએ 37 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ચેન્નઇ સુપર કિંગ્સે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ઋતુરાજ ગાયકવાડ 3 બોલમાં 1 રન ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો.

-રચિન રવિન્દ્ર 23 બોલમં 6 ફોર સાથે 27 રન બનાવી મેક્સવેલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

આ પણ વાંચો – ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

પંજાબ કિંગ્સ ઇનિંગ્સ

-શશાંક સિહના 36 બોલમાં 2 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 52 રન.

-માર્કો જેન્સનના 19 બોલમાં 2 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 34 રન.

-શશાંક સિંહે 36 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-પંજાબ કિંગ્સે 18.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-પ્રિયાંશ આર્યા 42 બોલમાં 7 ફોર અને 9 સિક્સરની મદદથી 103 રન બનાવી નૂર અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.

-પ્રિયાંશ આર્યાએ 39 બોલમાં 7 ફોર અને 9 સિક્સરની મદદથી સદી ફટકારી.

-પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ગ્લેન મેક્સવેલ 2 બોલમાં 1 રન બનાવી અશ્વિનનો બીજો શિકાર બન્યો.

-નેહલ વાઢેરા 7 બોલમાં 1 સિક્સર સાથે 9 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ.

-પ્રિયાંશ આર્યાએ 19 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-માર્કોસ સ્ટોઇનિસ 7 બોલમાં 4 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો.

-શ્રેયસ ઐયર 7 બોલમાં 1 સિક્સર સાથે 9 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં બોલ્ડ.

-પ્રભસિમરન સિંહ 2 બોલમાં ખાતું ખોલાયા વિના મુકેશ ચૌધરીની ઓવરમાં આઉટ થયો.

-પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, આર અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ