PBKS vs KKR Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ કોલકાતા હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ કોનો છે દબદબો

IPL 2025 PBKS vs KKR Head To Head : આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 12 મેચમાં પંજાબનો વિજય થયો છે

IPL 2025 PBKS vs KKR Head To Head : આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 12 મેચમાં પંજાબનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PBKS vs KKR Head To Head, PBKS vs KKR, IPL 2025

PBKS vs KKR Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ કોલકાતા હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Punjab Kings vs Kolkata Knight Riders Head To Head Records : આઈપીએલ 2025ની 31મી મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 15 એપ્રિલના રોજ મુલ્લાનપુરના સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કેકેઆરનું પલડું ભારે છે.

Advertisment

પંજાબ કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 12 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 262 રન અને લોએસ્ટ સ્કોર 119 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 261 અને લોએસ્ટ સ્કોર 109 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. જ્યારે એક મેચમાં કોલકાતાનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી અને તે મેચમાં પંજાબનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2025, ચેન્નઇ વિ કોલકાતા હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

Advertisment

પંજાબ કિંગ્સના હોમગ્રાઉન્ડ મુલ્લાનપુરમાં 7 મેચો રમાઇ છે. જેમાં 2 મેચમાં પંજાબનો વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ