PBKS vs RR Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ રાજસ્થાન હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 PBKS vs RR Head To Head : આઈપીએલમાં પંજાબ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં પંજાબનો વિજય થયો છે. 1 મેચ ટાઇ રહી હતી

IPL 2025 PBKS vs RR Head To Head : આઈપીએલમાં પંજાબ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં પંજાબનો વિજય થયો છે. 1 મેચ ટાઇ રહી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PBKS vs RR Head To Head, PBKS vs RR, IPL 2025

PBKS vs RR Head To Head : આઈપીએલ 2025, પંજાબ વિ રાજસ્થાન હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Punjab Kings vs Rajasthan Royals Head To Head Records : આઈપીએલ 2025ની 18મી મેચમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 5 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો રાજસ્થાનનું પલડું ભારે છે.

Advertisment

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં પંજાબ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં પંજાબનો વિજય થયો છે. 1 મેચ ટાઇ રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 223 રન અને લોએસ્ટ સ્કોર 124 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 226 રન અને લોએસ્ટ સ્કોર 112 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને ટીમનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - સચિનની પુત્રી સારા તેંડુલકરે ક્રિકેટ ટીમ ખરીદી, કહ્યું – આ મારા પ્રેમ માટે છે

Advertisment

પંજાબ કિંગ્સ તેના હોમગ્રાઉન્ડ મુલ્લાનપુર સ્ટેડિયમમાં 5 મેચો રમ્યું છે. જેમાં ફક્ત 1 મેચમાં વિજય થયો છે. જ્યારે 4 મેચમાં પરાજય થયો છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યંશ શેગડે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.

આઈપીએલ 2025 રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ