PBKS vs RR IPL 2025 Updates, Punjab Kings vs Rajasthan Royals: યશસ્વી જયસ્વાલના 67 અને રિયાન પરાગના 43 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 50 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 4 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવી શક્યું હતું. પંજાબ કિંગ્સનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે.
પંજાબ કિંગ્સ ઇનિંગ્સ
-રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. સંદીપ શર્મા અને મહેશ તિક્ષાનાને 2-2 વિકેટ મળી.
-શશાંક સિંહના 13 બોલમાં અણનમ 10 રન અને ફર્ગ્યુસનના અણનમ 4 રન.
-અર્શદીપ સિંહ 5 બોલમાં 1 રન બનાવી આર્ચરની ઓવરમાં આઉટ.
-માર્કો જેન્સન 6 બોલમાં 3 રન બનાવી મહેશ તિક્ષાનાનો શિકાર બન્યો.
-સૂર્યાંશ શેગડે 4 બોલમાં 2 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં 2 રને આઉટ થયો.
-નેહલ વાઢેરા 41 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે હસરંગાનો શિકાર બન્યો.
-નેહલ વાઢેરાએ 33 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ગ્લેન મેક્સવેલ 21 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 30 રને કેચ આઉટ થયો.
-પંજાબ કિંગ્સે 12.3 ઓવરમાં 100 રન પુરા કર્આ
-પ્રભસિમરન સિંહ 16 બોલમાં 2 ફોર સાથે 17 રન બનાવી કાર્તિકેયની ઓવરમાં કેચ આઉટ થયો.
-માર્કોસ સ્ટોઇનિસ 7 બોલમાં 1 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
-કેપ્ટન શ્રેયસ ઐયર 5 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી આર્ચરનો બીજો શિકાર બન્યો.
-પ્રિયાંશ આર્યા પ્રથમ બોલે જ ખાતું ખોલાયા વિના આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો – ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ
-પંજાબ કિંગ્સ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ ઝડપી. જ્યારે અર્શદી સિંહ અને જાન્સેને 1-1 વિકેટ ઝડપી.
-રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 4 વિકેટે 205 રન.
-ધ્રુવ જુરેલના 5 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથએ અણનમ 13 રન.
-રિયાન પરાગના 25 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 43 રન
-રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-શિમરોન હેટમાયર 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 20 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
-નીતિશ રાણા 7 બોલમાં 2 ફોર સાથે 12 રને જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.
-યશસ્વી જયસ્વાલ 45 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની મદદથી 67 રને ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો.
-રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 2 ફોર અને 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
-સંજુ સેમસન 26 બોલમાં 6 ફોર સાથે 38 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો.
-પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ પંજાબના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યાંશ શેગડે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, યુદ્ધવીર સિંહ સંદીપ શર્મા.





