IPL 2025 Points Table, આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ : આઈપીએલ 2025ના પોઇન્ટ ટેબલ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સ 19 પોઇન્ટ સાથે નંબર વન છે. આઈપીએલમાં કઇ ટીમ છે મોખરે અને કઇ ટીમ છે તળીયે તે અહીં જણાવી રહ્યા છીએ.
IPL પોઈન્ટ ટેબલ, મેચ જીતવા પર 2 પોઇન્ટ મળે છે
આઈપીએલ પોઈન્ટ ટેબલ લીગ તબક્કામાં દરેક ટીમના પ્રદર્શનને ટ્રેક કરે છે. દરેક ટીમ 14 મેચ રમશે. દરેક મેચની જીત માટે બે પોઈન્ટ આપવામાં આવે છે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ મળતા નથી. જો મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે છે. નેટ રન રેટ પોઈન્ટ ટેબલ નો મહત્વનો ભાગ છે. IPL પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે.
આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ
ટીમ મેચ જીત હાર રદ ટાઇ પોઇન્ટ રનરેટ પંજાબ કિંગ્સ 14 9 4 1 – 19 0.372 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14 9 4 1 – 19 0.301 ગુજરાત ટાઇટન્સ 14 9 5 – – 18 0.254 મુંબઈ ઇન્ડિયન્સ 14 8 6 – – 16 1.142 દિલ્હી કેપિટલ્સ 14 7 6 1 – 15 0.011 સનરાઇઝર્સ હૈદરાબાદ 14 6 7 1 – 13 -0.241 લખનઉ સુપર જાયન્ટ્સ 14 6 8 – – 12 -0.376 કોલકાતા નાઇટ રાઇડર્સ 14 5 7 2 – 12 -0.305 રાજસ્થાન રોયલ્સ 14 4 10 – – 8 -0.549 ચેન્નઇ સુપર કિંગ્સ 14 4 10 – – 8 -0.647
જો બે ટીમોના સરખા પોઈન્ટ હોય તો નેટ રન રેટ ના આધારે નક્કી કરવામાં આવે છે. જે ટીમનો નેટ રન રેટ સારો હોય તે પોતાની સાથે સરખા પોઈન્ટ ધરાવતી ટીમ કરતા ઉપરના સ્થાને રહે છે. પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમો વચ્ચે સેમિ ફાઇનલ રમાય છે. તેમાં વિજેતા થનાર ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાય છે. ફાઈનલ મેચમાં જીતનાર ટીમ ચેમ્પિયન બને છે.