IPL 2025 : આઈપીએલ 2025, આરસીબી ફાઇનલમાં, પંજાબ કિંગ્સને હજુ એક તક મળશે

RCB vs PBKS Score, Royal Challengers Bengaluru vs Punjab Kings IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો. હેઝલવુડ અને સુયશ શર્માની 3-3 વિકેટ, ફિલ સોલ્ટની અણનમ અડધી સદી

Written by Ashish Goyal
Updated : May 29, 2025 22:16 IST
IPL 2025  : આઈપીએલ 2025,  આરસીબી ફાઇનલમાં, પંજાબ કિંગ્સને હજુ એક તક મળશે
IPL 2025 Qualifier 1 RCB vs PBKS Live Score

LSG vs RCB IPL 2025 Qualifier 1 Updates, Royal Challengers Bengaluru vs Punjab Kings: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવી આઈપીએલ 2025ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોશ હેઝલવુડ (3 વિકેટ)અને સુયશ શર્માની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ ફિલ સોલ્ટની અણનમ અડધી સદી (56)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબ 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં બેંગ્લોરે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. બીજી તરફ પંજાબ કિંગ્સને હજુ એક તક મળશે. તે 1 જૂનના રોજ ક્વોલિફાયર -2માં એલિમિનેટરના વિજેતા સામે ટકરાશે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, હરપ્રીત બ્રાર, કાયલે જેમિસન, અર્શદીપ સિંહ.

Live Updates

IPL 2025 Qualifier 1 Live : પંજાબ ક્વોલિફાયર-2 માં રમશે

બીજી તરફ પંજાબ કિંગ્સને હજુ એક તક મળશે. તે 1 જૂનના રોજ ક્વોલિફાયર -2માં એલિમિનેટરના વિજેતા સામે ટકરાશે.

IPL 2025 Qualifier 1 Live : આરસીબીનો ફાઇનલમાં પ્રવેશ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવી આઈપીએલ 2025ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોશ હેઝલવુડ (3 વિકેટ)અને સુયશ શર્માની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ ફિલ સોલ્ટની અણનમ અડધી સદી (56)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબ 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં બેંગ્લોરે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

IPL 2025 Qualifier 1 Live : ફિલ સોલ્ટના અણનમ 56 રન

ફિલ સોલ્ટના 27 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 56 રન. રજત પાટીદારના 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 15 રન.

IPL 2025 Qualifier 1 Live : સોલ્ટની અડધી સદી

ફિલ સોલ્ટે 23 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

IPL 2025 Qualifier 1 Live : મયંક અગ્રવાલ આઉટ

મયંક અગ્રવાલ 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રન બનાવી મુશીર ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. બેંગ્લોરે 84 રને બીજી વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : કોહલી 12 રને આઉટ

વિરાટ કોહલી 12 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી જેમિસનની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 30 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : પંજાબ કિંગ્સ 101 રનમાં ઓલઆઉટ

આઈપીએલ 2025ની ક્વોલિફાયર 1 મેચમાં પંજાબ કિંગ્સ 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 102 રનનો પડકાર મળ્યો છે. આરસીબીના હેઝલવુડ અને સુયશ શર્માએ 3-3 વિકેટ ઝડપી. જ્યારે યશ દયાલને 2, ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડને 1-1 વિકેટ મળી.

IPL 2025 Qualifier 1 Live : સ્ટોઇનિસ આઉટ

માર્કોસ સ્ટોઇનિસ 17 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે સુયશ શર્માની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબ કિંગ્સે 78 રનમાં 8 વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : સુયશ શર્માની એક ઓવરમાં 2 વિકેટ

શશાંક સિંહ 5 બોલમાં 3 રન બનાવી અને મુશીર ખાન 3 બોલમાં ખાતું ખોલાયા વિના સુયશ શર્માનો શિકાર બન્યા. પંજાબે 60 રનમાં સાતમી વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : નેહલ વાઢેરા 8 રને આઉટ

નેહલ વાઢેરા 10 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી યશ દયાલની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 50 રને પાંચમી વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : પંજાબે 38 રનમાં 4 વિકેટ ગુમાવી

શ્રેયસ ઐયર 3 બોલમાં 2 રન બનાવી અને જોશ ઇંગ્લિશ 7 બોલમાં 4 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યા. પંજાબે 38 રનમાં 4 વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : પ્રભસિમરન સિંહ આઉટ

પ્રભસિમરન સિંહ 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 18 રને ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 27 રને બીજી વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : પ્રિયાંશ આર્યા આઉટ

પ્રિયાંશ આર્યા 5 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી યશ દયાલની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 9 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IPL 2025 Qualifier 1 Live : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, હરપ્રીત બ્રાર, કાયલે જેમિસન, અર્શદીપ સિંહ.

IPL 2025 Qualifier 1 Live : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.

IPL 2025 Qualifier 1 Live : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2025ની ક્વોલિફાયર 1 મેચમાં પંજાબ કિંગ્સ સામે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

IPL 2025 Qualifier 1 RCB vs PBKS Live : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 રન અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 241 અને લોએસ્ટ સ્કોર 84 રન છે.

IPL 2025 Qualifier 1 RCB vs PBKS Live : આઈપીએલ 2025માં બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન

આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ શાનદાર પ્રદર્શન કરતા 19 પોઇન્ટ સાથે નંબર વન રહ્યું છે. પંજાબ 14 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યું છે. આરસીબી 14 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

IPL 2025 Qualifier 1 RCB vs PBKS Live : પંજાબ વિ બેંગ્લોર મેચ

આઈપીએલ 2025ની ક્વોલિફાયર 1 મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ