RCB vs PBKS Head To Head : આઈપીએલ 2025 ક્વોલિફાયર 1, બેંગ્લોર વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 RCB vs PBKS Head To Head : આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે

IPL 2025 RCB vs PBKS Head To Head : આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2025, RCB vs PBKS Head To Head, RCB vs PBKS

RCB vs PBKS Head To Head : આઈપીએલ 2025 ક્વોલિફાયર 1, બેંગ્લોર વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Qualifier 1 Royal Challengers Bengaluru vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની ક્વોલિફાયર 1 મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 29 મે ના રોજ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો પંજાબનું પલડું ભારે છે.

Advertisment

આઈપીએલ 2025માં બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન

આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા 19 પોઇન્ટ સાથે નંબર વન રહ્યું છે. પંજાબ 14 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યું છે. આરસીબી 14 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 17 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 રન અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 241 અને લોએસ્ટ સ્કોર 84 રન છે.

બેટર ઇન ફોક્સ

આઈપીએલ 2025ની ક્વોલિફાયર 1 માં વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર વચ્ચે જંગ જોવા મળશે. બન્નેના આ સિઝનમાં પ્રદર્શનની વાત કરીએ તો કોહલીના 60.20ની એવરેજથી 602 રન છે. હાઇએસ્ટ સ્કોર અણનમ 73 છે અને સ્ટ્રાઇક રેટ 147.91ની છે. જ્યારે શ્રેયસ ઐયરના 51.40ની એવરેજથી 514 રન છે. હાઇએસ્ટ સ્કોર અણનમ 97 રન છે અને સ્ટ્રાઇક રેટ 171.90 છે.

Advertisment

બોલર ઇન ફોક્સ

બોલરમાં સ્પિન બોલિંગમાં ચહલ અને ક્રુણાલ પંડ્યા વચ્ચે રોમાંચક જંગ જામશે. પંજાબના ચહલની 14 વિકેટ છે. બેસ્ટ બોલિંગ પ્રદર્શન 28 રનમાં 4 વિકેટ છે અને ઇકોનોમી રેટ 9.57 છે. જ્યારે આરસીબીના ક્રુણાલ પંડ્યાની 15 વિકેટ છે. બેસ્ટ બોલિંગ પ્રદર્શન 45 રનમાં 4 વિકેટ છે અને ઇકોનોમી રેટ 8.59 છે.

આ પણ વાંચો - પંતે રન આઉટની અપીલ પાછી ના લીધી હોત તો પણ જિતેશ શર્મા નોટઆઉટ જ રહ્યો હોત?

આઇપીએલ 2025માં પંજાબ વિ બેંગ્લોર હેડ ટુ હેડ

આઈપીએલમાં 2025માં પંજાબ અને બેંગ્લોર વચ્ચે 2 મુકાબલા થયા છે. બન્ને ટીમનો 1-1 મેચમાં વિજય થયો છે. બન્ને આ સિઝનમાં ત્રીજી વખત ટકરાશે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગવાલ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા, નુવાન તુષારા.

પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, કાયલે જેમિસન, માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશક.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર પંજાબ કિંગ ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ