વિશ્વની સૌથી મોટી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 18મી સિઝન હવે પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. લીગ મેચો પૂર્ણ થઇ છે અને ચાર ટીમો પંજાબ કિંગ્સ (PBKS), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) એમ ચાર ટીમો પ્લેઓફમાં પ્રવેશી છે. ટોપ 2 સ્થાને રહેલ પંજાબ અને બેંગલુરુ વચ્ચે હવે ક્વોલિફાયર 1 મેચ રમાશે. જેમાં જીતનાર ટીમ સીધી ફાઇનલ 2025 માં પહોંચશે.
IPL 2025 ક્વોલિફાયર 1 મેચ
આઈપીએલ 2025 સિઝનની ક્વોલિફાયર 1 મેચ ચંદીગઢ ખાતે મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે 29 મેના રોજ પંજાબ અને બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેદાન પંજાબ કિંગ્સનું ઘરેલું મેદાન છે. જેનો ફાયદો તેમને મળી શકે છે અને તેઓ આ મેચ જીતી આઈપીએલ ફાઇનલમાં સ્થાન મેળવી શકે છે. પંજાબની ટીમ લડાયક ફોર્મમાં છે તો બીજી તરફ બેંગલુરુ ટીમ પણ પ્રથમ વખત ચેમ્પિયન બનવા ઉત્સુક છે.
PBKS વિ. RCB હેડ ટુ હેડ
આઈપીએલમાં પંજાબ અને બેંગલુરુ વચ્ચે અત્યાર સુધી કૂલ 33 મુકાબલા થયા છે. જેમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. પંજાબ કિંગ્સ 17 મેચ જીત્યા છે તો આરસીબી 16 મેચ જીત્યું છે. બંને ટીમો જીતવા માટે આતુર છે. આઈપીએલ 2025 સિઝનમાં પંજાબ અને આરસીબી બંને ટીમોનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું છે.
IPL 2025 ક્વોલિફાયર 1 મેચ સંબંધિત FAQ
IPL 2025 ક્વોલિફાયર 1 મેચ કોના વચ્ચે રમાશે?
આઈપીએલ 2025 ક્વોલિફાયર 1 મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે
IPL 2025 ક્વોલિફાયર 1 મેચ ક્યારે રમાશે?
આઈપીએલ 2025 ક્વોલિફાયર 1 મેચ 29 મે ગુરુવારના દિવસે સાંજે 7-30 કલાકે રમાશે.
PBKS vs RCB Qualifier 1 મેચ ક્યાં રમાશે?
પંજાબ અને બેંગલુરુ વચ્ચેની ક્વોલિફાયર 1 મેચ ચંડીગઢ સ્થિત મુલ્લાનપુર સ્ડેટિયમ ખાતે રમાશે.
ક્વોલિફાયર 1 મેચ લાઇવ ક્યાં જોવા મળશે?
આઈપીએલ 2025 ક્વોલિફાયર 1 મેચ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર તેમજ આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ Jio Hotstar એપ અને વેબસાઇટ પર જોવા મળશે.
IPL 2025 Match Schedule
- ક્વોલિફાયર 1 (Qualifier 1): પંજાબ કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 29 મે ના રોજ ચંડીગઢ ખાતે.
- એલિમિનેટર (Eliminator): ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 30 મેના રોજ સાંજે 7:30 કલાકે ચંડીગઢ ખાતે.
- ક્વોલિફાયર 2 (Qualifier 2): ક્વોલિફાયર 1 મેચની હારેલી ટીમ અને એલિમિનેટર મેચની જીતેલી ટીમ વચ્ચે 1 જૂનના રોજ સાંજે 7:30 કલાકે અમદાવાદ ખાતે રમાશે.
- ફાઈનલ (Final): ક્વોલિફાયર 1 મેચની જીતેલી ટીમ અને ક્વોલિફાયર 2 મેચની જીતનાર ટીમ વચ્ચે 3 જૂન મંગળવાર ના રોજ સાંજે 7:30 કલાકે અમદાવાદ ખાતે રમાશે.
અહીં નોંધનિય છે કે, આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ પર ટોપ પર પંજાબ કિંગ્સ રહ્યું છે. બીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રહ્યું છે. ત્રીજા સ્થાને ગુજરાત ટાઇટન્સ અને ચોથા ક્રમે મુંબઈ ઇન્ડિયન્સ રહ્યું છે.