IPL 2025 Rajasthan Royals vs Gujarat Titans Head To Head Records : આઈપીએલ 2025ની 47મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 28 એપ્રિલના રોજ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ગુજરાત 8 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 2 મેચમાં પરાજય થયો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સનો 9 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે.
રાજસ્થાન રોયલ્સ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું ભારે છે. આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 7 મુકાબલા થયા છે. જેમાંથી 6 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 177 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 118 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. 2025ની આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાયા ત્યારે ગુજરાતનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2025 : 9 માંથી 7 મેચમાં પરાજય, શું રાજસ્થાન રોયલ્સ હવે પ્લેઓફમાં પહોંચી શકશે, સમજો ગણિત
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.





