આઈપીએલ 2025 : રજત પાટીદાર RCB નો આઠમો કેપ્ટન બન્યો, કોહલીએ પ્રશંસકોને કરી ખાસ અપીલ

Rajat Patidar RCB New Captain For IPL 2025 : આઈપીએલ 2025 પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રજત પાટીદારને ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. આ ટીમ અત્યાર સુધી આ લીગમાં એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી

Rajat Patidar RCB New Captain For IPL 2025 : આઈપીએલ 2025 પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રજત પાટીદારને ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. આ ટીમ અત્યાર સુધી આ લીગમાં એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Rajat Patidar, RCB New Captain, IPL 2025

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રજત પાટીદારને ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યો (સ્ક્રિનગ્રેબ)

RCB New Captain For IPL 2025 : આઈપીએલ 2025 પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રજત પાટીદારને ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. ફ્રેન્ચાઈઝીનું માનવું છે કે ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ જવાબદારી રજતને આપવામાં આવી હતી અને હવે 31 વર્ષીય રજત આ સિઝનથી ટીમની કેપ્ટન્સી કરતો જોવા મળશે. રજત પાટીદાર આ ટીમનો 8મો કેપ્ટન બન્યો છે અને આ ટીમને સફળ બનાવવાની તેના પર મોટી જવાબદારી રહેશે કારણ કે આ ટીમ અત્યાર સુધી આ લીગમાં એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી.

Advertisment

કોહલીએ કહ્યું- હું અને આખી ટીમ તમારી પાછળ છીએ

રજત પાટીદાર કેપ્ટન બન્યા બાદ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તેને અભિનંદન પાઠવ્યા હતા અને આરસીબીના ચાહકોને પણ ખાસ અપીલ કરી હતી. આરસીબી દ્વારા કોહલીનો એક વીડિયો તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં કોહલીએ કહ્યું હતું કે હું અને ટીમના તમામ સભ્યો તમારી પાછળ છીએ અને તમને અમારો સંપૂર્ણ સપોર્ટ છે. આ એક મોટી જવાબદારી છે અને મેં તેને ઘણાં વર્ષો નિભાવી છે. આ તમારા માટે એક મોટું સન્માન છે.

કોહલીએ પ્રશંસકોને કરી ખાસ અપીલ

વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે રજત આરસીબી ફ્રેન્ચાઇઝીમાં તમે જે રીતે પ્રગતિ કરી અને તમે જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી આરસીબીના દરેક ચાહકના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેથી તમે આ પોસ્ટ માટે લાયક છો અને અમે તમારી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખીએ છીએ. કોહલીએ ચાહકોને પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે હું તમામ ચાહકોને વિનંતી કરું છું કે રજત પાટીદારનું સમર્થન કરો. તેણે પોતાની મહેનતથી આ સ્થાન મેળવ્યું છે, તેથી રજત અને આરસીબીની ટીમને એક પરિવારની જેમ સપોર્ટ કરો. રજત તું ખરેખર આ હોદ્દાને લાયક છે અને હું તેનાથી ખૂબ જ ખુશ છું.

આ પણ વાંચો - કાવ્યા મારન વધુ એક નવી ટીમની માલિક બની! જાણો લીગ ક્રિકેટની માલેતુજાર મહિલા માલિક વિશે

Advertisment

રજત પાટીદાર આરસીબીનો 8મો કેપ્ટન બન્યો

રજત પાટીદાર આરસીબી ફ્રેન્ચાઇઝીનો આઠમો કેપ્ટન બન્યો છે. આ પહેલા રાહુલ દ્રવિડ, કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસ આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ ટીમ એક પણ વખત ટાઇટલ જીતી શકી નથી. ટીમ 2016માં ફાઈનલમાં પ્રવેશી હતી પણ તે ચેમ્પિયન બની શકી ન હતી. હવે રજત પાટીદાર પર ટીમને ચેમ્પિયન બનાવવાની મોટી જવાબદારી રહેશે.

https://twitter.com/RCBTweets/status/1889924890331111838

આઈપીએલ 2025 માટે આરસીબીની સંપૂર્ણ ટીમ

વિરાટ કોહલી (21 કરોડ રૂપિયા), રજત પાટીદાર, કેપ્ટન (11 કરોડ), યશ દયાલ (5 કરોડ), લિયામ લિવિંગસ્ટોન (8.75 કરોડ), ફિલ સોલ્ટ (11.50 કરોડ), જીતેશ શર્મા (11 કરોડ), જોશ હેઝલવુડ (12.50 કરોડ), રસીખ ડાર (6 કરોડ), સુયશ શર્મા (2.60 કરોડ), કૃણાલ પંડ્યા (5.75 કરોડ), ભુવનેશ્વર કુમાર (10.75 કરોડ), સ્વપ્નિલ સિંહ (50 લાખ) ટીમ ડેવિડ (3 કરોડ રૂપિયા), રોમારિયો શેફર્ડ (1.50 કરોડ રૂપિયા), નુવાન થુશારા (1.60 કરોડ રૂપિયા), મનોજ ભંડાગે (30 લાખ રૂપિયા), જેકબ બેથેલ (2.60 કરોડ રૂપિયા), દેવદત્ત પડિક્કલ (2 કરોડ રૂપિયા), સ્વાસ્તિક છીકારા (30 લાખ રૂપિયા), લુંગી એનગિડી (1 કરોડ રૂપિયા), અભિનંદન સિંહ (30 લાખ રૂપિયા), મોહિત રાઠી (30 લાખ રૂપિયા)

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ