RCB vs DC Head To Head : આઈપીએલ 2025, બેંગલોર વિ દિલ્હી હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

RCB vs DC Head To Head : આઈપીએલમાં બેંગલોર અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં બેંગલોરનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી

RCB vs DC Head To Head : આઈપીએલમાં બેંગલોર અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં બેંગલોરનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RCB vs DC Head To Head, RCB vs DC, IPL 2025

RCB vs DC Head To Head : આઈપીએલ 2025, બેંગલોર વિ દિલ્હી હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Royal Challengers Bengaluru vs Delhi Capitals Head To Head Records : આઈપીએલ 2025ની 24મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 10 એપ્રિલના રોજ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો આરસીબીનું પલડું ભારે છે.

Advertisment

રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગલોર અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં બેંગલોરનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગલોરનો હાઈએસ્ટ સ્કોર 215 અને લોએસ્ટ સ્કોર 137 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 95 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં આરસીબીનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં બેંગલોરનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2025, પંજાબ વિ ચેન્નઇ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર દિલ્હી કેપિટલ્સ કે એલ રાહુલ ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ