IPL 2025 Royal Challengers Bengaluru vs Gujarat Titans Head To Head Records : આઈપીએલ 2025ની 14મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 2 એપ્રિલના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો આરસીબીનું પલડું થોડું ભારે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બેગ્લોર અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં આરસીબીનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગ્લોરનો હાઈએસ્ટ સ્કોર 206 રન અને લોએસ્ટ સ્કોર 170 રન છે. જ્યારે ગુજરાતનો હાઇએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 147 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી આરસીબીનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં ગુજરાત વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં આરસીબીનો વિજય થયો હતો.
આ પણ વાંચો – કોણ છે અશ્વિની કુમાર? આઈપીએલ ડેબ્યૂમાં પ્રથમ બોલે જ ઝડપી વિકેટ, કેકેઆર સામે તરખાટ મચાવ્યો
આરસીબીના હોમગ્રાઉન્ડ સ્ટેડિયમ એમ ચિન્નાસ્વામીમાં બેંગ્લોર કુલ 91 મેચ રમ્યું છે. જેમાં 43 મેચમાં વિજય થયો છે અને 43 મેચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે અને 3 મેચ અનિર્ણિત રહી છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુથરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, સાઇ કિશોર, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.





