/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/RCB-vs-GT-Live-Score-IPL-2025.jpg)
RCB vs GT Score, IPL 2025: આઈપીએલ 2025, બેંગ્લોર વિ ગુજરાત મેચ
RCB vs GT IPL 2025 Updates, Royal Challengers Bengaluru vs Gujarat Titans : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ જોશ બટલરની અણનમ અડધી સદી (73)અને સાઇ સુદર્શનના 49 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. આરસીબીનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, સાઇ કિશોર, રાશિદ ખાન, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
- Apr 02, 2025 23:08 IST
IPL 2025 RCB vs GT Live : ગુજરાત ટાઇટન્સનો 8 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ જોશ બટલરની અણનમ અડધી સદી (73)અને સાઇ સુદર્શનના 49 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. આરસીબીનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે.
- Apr 02, 2025 23:07 IST
IPL 2025 RCB vs GT Live : બટલરના અણનમ 73 રન
જોશ બટલરના 39 બોલમાં 5 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 73 રન, રુથરફોર્ડના 18 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 30 રન.
- Apr 02, 2025 22:56 IST
IPL 2025 RCB vs GT Live : બટલરની અડધી સદી
જોશ બટલરે 31 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 02, 2025 22:55 IST
IPL 2025 RCB vs GT Live : સુદર્શન 49 રને આઉટ
સાઇ સુદર્શન 36 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 49 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો. ગુજરાતે 107 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 02, 2025 21:51 IST
IPL 2025 RCB vs GT Live : શુભમન ગિલ 14 રને આઉટ
શુભમન ગિલ 14 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 14 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાત ટાઇટન્સે 32 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 02, 2025 21:20 IST
IPL 2025 RCB vs GT Live : ગુજરાત ટાઇટન્સને 170 રનનો પડકાર
આઈપીએલ 2025ની 14મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી લીધા છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 170 રનનો પડકાર મળ્યો છે. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધારે 3 વિકેટ ઝડપી છે.
- Apr 02, 2025 21:19 IST
IPL 2025 RCB vs GT Live : ટીમ ડેવિડના 32 રન
ટીમ ડેવિડ 18 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 32 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 02, 2025 21:07 IST
IPL 2025 RCB vs GT Live : લિવિંગસ્ટોન 54 રને આઉટ
લિયામ લિવિંગસ્ટોન 40 બોલમાં 1 ફોર અને 5 સિક્સર સાથે 54 રને સિરાજનો ત્રીજો શિકાર બન્યો. આરસીબીએ 150 રને સાતમી વિકેટ ગુમાવી.
- Apr 02, 2025 20:47 IST
IPL 2025 RCB vs GT Live : જીતેશ શર્મા આઉટ
જીતેશ શર્મા 21 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 33 રને અને ક્રુણાલ પંડ્યા પંડ્યા 5 રને સાઇ કિશોરનો શિકાર બન્યા. બેંગ્લોરે 104 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Apr 02, 2025 20:24 IST
IPL 2025 RCB vs GT Live : રજત પાટીદાર આઉટ
રજત પાટીદાર 12 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં એલબી આઉટ થયો. આરસીબીને 42 રને ચોથો ફટકો.
- Apr 02, 2025 20:04 IST
IPL 2025 RCB vs GT Live : ફિલ સોલ્ટ 14 રને આઉટ
ફિલ સોલ્ટ 13 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 14 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો. આરસીબીએ 35 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 02, 2025 19:52 IST
IPL 2025 RCB vs GT Live : દેવદત્ત પડીક્કલ 4 રને બોલ્ડ
દેવદત્ત પડીક્કલ 3 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 02, 2025 19:51 IST
IPL 2025 RCB vs GT Live : વિરાટ કોહલી 7 રને આઉટ
વિરાટ કોહલી 6 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી અરશદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 8 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 02, 2025 19:14 IST
IPL 2025 RCB vs GT Live : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
- Apr 02, 2025 19:14 IST
IPL 2025 RCB vs GT Live : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, સાઇ કિશોર, રાશિદ ખાન, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
- Apr 02, 2025 19:03 IST
IPL 2025 RCB vs GT Live : ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025ની 14મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Apr 02, 2025 18:21 IST
IPL 2025 RCB vs GT Live : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બેગ્લોર અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં આરસીબીનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગ્લોરનો હાઈએસ્ટ સ્કોર 206 રન અને લોએસ્ટ સ્કોર 170 રન છે. જ્યારે ગુજરાતનો હાઇએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 147 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે.
- Apr 02, 2025 18:21 IST
IPL 2025 RCB vs GT Live : બેંગ્લોર વિ ગુજરાત વચ્ચે મેચ
આઈપીએલ 2025ની 14મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમા


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us