RCB vs PBKS Head To Head : આઈપીએલ 2025, બેંગ્લોર વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ, કઇ ટીમનું પલડું છે ભારે

IPL 2025 RCB vs PBKS Head To Head : આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે

Written by Ashish Goyal
April 18, 2025 14:41 IST
RCB vs PBKS Head To Head : આઈપીએલ 2025, બેંગ્લોર વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ, કઇ ટીમનું પલડું છે ભારે
RCB vs PBKS Head To Head : આઈપીએલ 2025, બેંગ્લોર વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Royal Challengers Bengaluru vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની 34મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 18 એપ્રિલના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો પંજાબનું પલડું ભારે છે.

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 33 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 રન અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 241 અને લોએસ્ટ સ્કોર 84 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ત્રણેય મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. એકપણ મેચ પંજાબ જીતી શક્યું નથી. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં આરસીબીનો વિજય થયો હતો.

આ પણ વાંચો – શું તમે જાણો છો IPL માં કોણ પસંદ કરે છે પ્લેયર ઓફ ધ મેચ? કોની ભૂમિકા હોય છે મહત્વની, જાણો નિયમ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં આરસીબીનો વિજય થયો છે અને 5 મેચમાં પંજાબનો વિજય થયો છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઇંગ્લિશ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ