IPL 2025 Retention Date, Time, Rules, Teams, Retained & Released Players List : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (આઈપીએલ 2025)ની મેગા હરાજી નવેમ્બરના અંતમાં યોજાય તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ માહિતી આપી નથી. જોકે ફ્રેન્ચાઈઝીઓએ ગુરુવારે (31 ઓક્ટોબર) રિટેન કરેલા ખેલાડીઓની યાદી સુપરત કરવાની રહેશે. ફ્રેન્ચાઇઝીઓનું પર્સ આ વખતે 120 કરોડ રૂપિયા છે. મેગા હરાજીમાં તેઓ કેટલા પૈસા સાથે આવશે તે બધુ રિટેન્શન પર નિર્ધારિત છે. આવો જાણીએ આઇપીએલ રિટેન્શન સાથે જોડાયેલી દરેક નાની-મોટી માહિતી.
કેટલા ખેલાડીઓને રિટેન કરી શકાય?
ફ્રેન્ચાઇઝીને રિટેન્શન તબક્કા દરમિયાન અથવા મેગા હરાજીમાં રાઇટ-ટુ-મેચ (આરટીએમ) કાર્ડનો ઉપયોગ કરીને વધુમાં વધુ છ ખેલાડીઓને જાળવી રાખવાની છૂટ છે. ફ્રેન્ચાઇઝી પાસે તેમની 2024 ની ટીમમાંથી છ ખેલાડીઓને જાળવી રાખવા માટે સીધા રીટેન્શન અને આરટીએમ કાર્ડ્સના સંયોજનનો ઉપયોગ કરવાની સુવિધા છે.
આઈપીએલના નવા નિયમો મુજબ પ્લેયર રિટેન્શન સ્લેબ શું છે?
કેપ્ડ પ્લેયર 1 : 18 કરોડ રૂપિયા
કેપ્ડ પ્લેયર 2 : 14 કરોડ રૂપિયા
કેપ્ડ પ્લેયર 3 : 11 કરોડ રૂપિયા
કેપ્ડ પ્લેયર 4: 18 કરોડ રૂપિયા
કેપ્ડ પ્લેયર 5: 14 કરોડ રૂપિયા
અનકેપ્ડ પ્લેયર્સ: 4 કરોડ રૂપિયા
શું ફ્રેન્ચાઇઝી કોઈ ખેલાડીને સ્લેબ કરતા વધુ કે ઓછી રકમમાં રિટેન શકે છે?
ધારો કે જો કોઈ ટીમ અન્ય કેપ્ડ પ્લેયરને રિટેન કરવા માટે રુપિયા 18 કરોડ ચૂકવવાનો નિર્ણય લે તો તેના હરાજી પર્સમાંથી રુપિયા 18 કરોડની રકમ કાપવામાં આવશે. જો ટીમ સેકન્ડ કેપ્ડ પ્લેયરને રુપિયા 10 કરોડ ચૂકવવાનો નિર્ણય લે છે, જે તેની રિટેન્શન વેલ્યુ કરતાં ઓછી છે તો પણ તેના પર્સમાંથી કાપવામાં આવેલી રકમ તેના નિર્ધારિત બ્રેકેટ પ્રમાણે રુપિયા 14 કરોડ થશે.
કેટલા વિદેશી ખેલાડીઓને રિટેન કરી શકાય?
આઇપીએલ 2025ની મેગા હરાજી પહેલા વધુ એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ ફ્રેન્ચાઈઝી ઈચ્છે તો તે 6માંથી 6 વિદેશી ખેલાડીઓને રિટેન કરી શકે છે. અગાઉ ભારતીય ખેલાડીઓ કરતાં ઓછા વિદેશી ખેલાડીઓને રિટેન કરવાની છુટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો – રોહિત, બુમરાહ અને રવિન્દ્ર જાડેજા નહીં, આ છે તે 5 ખેલાડી જેમને ફ્રેન્ચાઇઝીએ ક્યારે રિલીઝ કર્યા નથી
કોને ‘અનકેપ્ડ પ્લેયર’ ગણવામાં આવશે?
કોઈપણ ક્રિકેટર જેણે હજી સુધી કોઈ પણ ફોર્મેટમાં તેની રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યુ કર્યું નથી, તે ‘અનકેપ્ડ પ્લેયર’ માનવામાં આવે છે. આ સિવાય જો કોઈ ભારતીય ખેલાડી છેલ્લા 5 વર્ષથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી રહ્યો અથવા તો તેની પાસે બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી તો તેને અનકેપ્ડ ખેલાડી માનવામાં આવશે. મહેન્દ્ર સિંહ ધોની અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ થશે.
શું ફ્રેન્ચાઈઝીની ઈચ્છા અનુસાર રિટેન કરવામાં આવેલા પાંચ ખેલાડીઓની વચ્ચે રુપિયા 75 કરોડની રકમ વહેંચી શકે?
હા, ફ્રેન્ચાઇઝીઓ તે કરી શકે છે. જો તેઓ પાંચ કેપ્ડ ખેલાડીઓને રિટેન કરી રહ્યા હોય તો તેઓ તેમની ઈચ્છા અનુસાર રુપિયા 75 કરોડના રિટેન્શન પોટનું વિતરણ કરી શકે છે. જો ફ્રેન્ચાઈઝી પાંચ કેપ્ડ ખેલાડીઓને રિટેન કરવા માટે રુપિયા 75 કરોડથી વધુનો ખર્ચ કરશે તો પર્સમાંથી વધુ રકમ કાપી લેવાશે.
જો કોઈ ટીમ માત્ર એક જ કેપ્ડ પ્લેયરને રિટેન કરે તો તેને તેના પર્સમાંથી ઓછામાં ઓછા રુપિયા 18 કરોડનું નુકસાન થાય છે. બે કેપ્ડ ખેલાડીઓ માટે, તેઓને ઓછામાં ઓછા 32 કરોડ રૂપિયા (18+14) અથવા તેઓએ ખરેખર જે ચૂકવણી કરી હતી તેના કરતા વધુ ગુમાવવી પડશે. ત્રણ કેપ્ડ પ્લેયર્સ માટે તે ઓછામાં ઓછા 43 કરોડ રૂપિયા (18+14+11) છે અને ચાર કેપ્ડ પ્લેયર્સ માટે તે ઓછામાં ઓછા 61 કરોડ રૂપિયા (18+14+11+18) છે.
આમ છતાં, જો કોઈ ટીમ પાંચ કેપ્ડ ખેલાડીઓને જાળવી રાખે છે, તો તેમના પર્સમાંથી કાપવામાં આવેલા 75 કરોડ રૂપિયા (18+14+11+18+14)ને ખેલાડીઓમાં કોઈ પણ પ્રમાણમાં વહેંચી શકાય છે. આવી સ્થિતિમાં, કોઈ ખેલાડીને 23 કરોડમાં ખરીદી શકાય છે, તેઓ તેમના પાંચમા ખેલાડીને 14 કરોડ રૂપિયાથી ઓછી કિંમતમાં જાળવી શકે છે, જેથી 75 કરોડ રૂપિયાની કપાત થાય.
શું ખેલાડીઓ રિટેન કરવાનો ઇનકાર કરી શકે છે?
હા, જો કોઈ ખેલાડીને ફ્રેન્ચાઈઝી સાથે રહેવું ન હોય તો તે રિટેન્શનની ઓફરને ઠુકરાવીને મેગા હરાજીમાં આવી શકે છે. આ ઉપરાંત 31 ઓક્ટોબરની રિટેન્શન ડેડલાઇન અને 2025 ની સિઝનની શરૂઆત વચ્ચે કોઈ પણ ખેલાડીને ટ્રેન્ડની મંજૂરી નથી.
આઇપીએલ 2025ની મેગા હરાજી ક્યારે થશે?
હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ નથી, પરંતુ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તે થવાની સંભાવના છે. મેગા હરાજી સામાન્ય રીતે બે દિવસમાં થાય છે.
આઈપીએલ 2025 રિટેન્શન ક્યારે છે?
આઇપીએલ 2025નું રિટેન્શન તારીખ 31મી ઓક્ટોબરે ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 વાગ્યાથી શરુ થશે.
આઈપીએલ 2025 રિટેન્શનનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું
આઈપીએલ 2025 રિટેન્શનનું લાઇવ સ્ટ્રીમિંગ તમે જિઓ સિનેમા પર જોઈ શકો છો.
આઈપીએલ 2025 રિટેન્શનનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો?
આઈપીએલ 2025 રિટેન્શનનું લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકો છો.





