/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Punjab-Kings.jpg)
Ricky Ponting Punjab Kings Head Coach : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પંજાબ કિંગ્સના હેડ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે (તસવીર - સોશિયલ મીડિયા)
Ricky Ponting Punjab Kings Head Coach : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પંજાબ કિંગ્સના હેડ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તે આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સમાં હમવતન ટ્રેવર બેલિસનું સ્થાન લેશે. રિકી પોન્ટિંગ સાત વર્ષ સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યા બાદ પંજાબ કિંગ્સ સાથે જોડાયો છે. પ્રીતિ ઝિન્ટાની સહ-માલિકીની પંજાબ કિંગ્સે પોતાના સોશિયલ મિડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી.
હું નવા પડકાર માટે તૈયાર છું - રિકી પોન્ટિંગ
રિંકી પોન્ટિંગે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે હું પંજાબ કિંગ્સનો ખૂબ આભારી છું કે તેમણે મને મુખ્ય કોચ બનવાની તક આપી. હું આ નવા પડકાર માટે તૈયાર છું. મેં માલિકો અને મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી છે અને આગળ વસ્તુઓ જોવા માટે ઉત્સાહિત છીએ. અમે ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે ઘણું કરવા માંગીએ છીએ જેઓ વર્ષોથી ટીમ સાથે સંકળાયેલા છે. અમે વચન આપીએ છીએ કે પંજાબ કિંગ્સ હવે નવી ટીમ તરીકે જોવામાં આવશે.
રિકી પોન્ટિંગ 11 સિઝનથી આઈપીએલમાં સામેલ છે
રિકી પોન્ટિંગ 11 સિઝનથી આઈપીએલમાં સામેલ છે. તે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સના કોચ રહ્યા છે. આ દરમિયાન તેમની ટીમ એક વખત ચેમ્પિયન બની અને ચાર વખત પ્લેઓફમાં પહોંચી હતી. એમએલસીમાં પોન્ટિંગ વોશિંગ્ટન ફ્રીડમનો હેડ કોચ બન્યો હતો. આ ટીમ પ્રથમ વખતમાં જ ટાઇટલ જીતવા સફળ રહી હતી. રિકી પોન્ટિંગ 2021થી બિગ બેશ લીગની ટીમ હોબાર્ટ હરિકેન્સનો હેડ ઓફ સ્ટ્રેટેજી રહ્યો છે.
આ પણ વાંચો - આઈપીએલ 2025ની મેગા હરાજી ક્યારે યોજાશે? અહીં જાણો સંભવિત તારીખ અને રિટેન ખેલાડીઓની યાદી
આઈપીએલ 2025 માટે આ વખતે મેગા હરાજી યોજાવાની છે. જેમાં પંજાબ કિંગ્સ પોન્ટિંગની આગેવાનીમાં નવા ખેલાડીઓ ટીમમાં સામેલ કરી શકે છે. પંજાબ કિંગ્સ હજુ આઈપીએલમાં એકપણ સિઝનમાં ચેમ્પિયન બન્યું નથી.
આઈપીએલ 2025 સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો
| આઇપીએલ 2025 મેગા હરાજીની તારીખ | ડિસેમ્બર 2024 કે ફેબ્રુઆરી 2025ની વચ્ચે સંભવિત છે |
| સમય | સવારે 11:30 વાગ્યે અને બપોરે 1:00 કલાકે (ભારતીય સમયાનુસાર) |
| હરાજી ફોર્મેટ | મેગા હરાજી દર ત્રણ વર્ષે યોજાય છે. |
| હરાજી સમયગાળો | આ કાર્યક્રમ બે દિવસનો યોજાય તેવી સંભાવના છે. |
| રિટેન્શન નિયમ | દરેક ટીમ માત્ર 3-4 ખેલાડીઓને રિટેન કરી શકે છે |
| હરાજી માટે ટીમનું બજેટ | પ્રત્યેક ટીમ દીઠ રૂ. 100 કરોડ; ઓછામાં ઓછા 75% (75 કરોડ રૂપિયા) ખેલાડીઓ પર ખર્ચ કરવા જોઈએ. |
| રાઇટ ટુ મેચ કાર્ડ | દરેક ફ્રેન્ચાઈઝીને આ આપવામાં આવે તેવી શક્યતા છે. |
| ખેલાડીઓની કેટેગરી | કેપ્ડ પ્લેયર (ભારતીય, આંતરરાષ્ટ્રીય), અનકેપ્ડ પ્લેયર (ભારતના ડોમેસ્ટિક), વિદેશી (કેપ્ડ/અનકેપ્ડ વિદેશી) |
| કેટલી સંભવિત મેચો રમાશે | આગામી સિઝન માટે પ્રસ્તાવિત 84 મેચ, 2027 સુધીમાં વધીને 94 થઈ જશે. |
| ટીમ સંરચના નિયમો | ઓછામાં ઓછા 18 ખેલાડીઓ, ટીમ દીઠ મહત્તમ 25 ખેલાડીઓ; 8 થી વધુ વિદેશી ખેલાડીઓ નહીં, એક સાથે ફક્ત 4 પ્લેઇંગ ઇલેવનમાં રહેશે. |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us