RCB vs CSK Head To Head : આઈપીએલ 2025, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ચેન્નઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 RCB vs CSK Head To Head : આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં બેંગ્લોર 10 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે ચેન્નઇનો 10 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે અને 8 મેચમાં પરાજય થયો છે

IPL 2025 RCB vs CSK Head To Head : આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં બેંગ્લોર 10 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે ચેન્નઇનો 10 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે અને 8 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs RCB Head To Head, CSK vs RCB, IPL 2025

CSK vs RCB Head To Head : આઈપીએલ 2025, આરસીબી વિ સીએસકે હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Royal Challengers Bengaluru vs Chennai Super Kings Head To Head Records : આઈપીએલ 2025ની 52મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 3 મે ના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં બેંગ્લોર 10 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે ચેન્નઇનો 10 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે અને 8 મેચમાં પરાજય થયો છે.

Advertisment

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ચેન્નઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનો દબદબો જોવા મળે છે. આઈપીએલમાં સીએસકે અને આરસીબી વચ્ચે અત્યાર સુધીમાં 34 મેચો રમાઇ છે. જેમાં 21 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. બન્ને વચ્ચેના મુકાબલામાં સીએસકેનો હાઈએસ્ટ સ્કોર 226 અને લોએસ્ટ સ્કોર 82 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 218 છે અને લોએસ્ટ સ્કોર 70 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી બેંગ્લોરનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. 2025ની આ સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે આરસીબીનો મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - ‘ખબર નથી કે હું આગામી મેચ રમીશ કે નહીં’, શું ધોનીએ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે?

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડીકલ, રાજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા રોમરિઓ શેફર્ડ, ટિમ ડેવિડ, ક્રુણાણ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દલાલ.

ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, આયુષ મ્હાત્રે, સેમ કુરેન, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન), નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ