RCB vs KKR Head To Head : આઈપીએલ 2025, રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 RCB vs KKR Head To Head : આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે

IPL 2025 RCB vs KKR Head To Head : આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
KKR vs RCB Head To Head Records, IPL 2025, KKR vs RCB

IPL 2025 KKR vs RCB Head To Head Records : આઈપીએલ 2025, કોલકાતા વિ બેંગ્લોર હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders Head To Head Records : આઈપીએલ 2025 ફરી એક વખત શરુ થઇ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે એક સપ્તાહ માટે સ્થગિત થઇ હતી. આઈપીએલની 58મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 17 મે ના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં બેંગ્લોર 11 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતાનો 12 મેચમાંથી 5 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

Advertisment

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કેકેઆરનો હાઈએસ્ટ સ્કોર 222 છે અને લોએસ્ટ સ્કોર 84 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 221 અને લોએસ્ટ સ્કોર 49 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. 2025ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ છે. જેમાં બેંગ્લોરનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2025 પ્લેઓફ સમીકરણ, જાણો ટીમોનું ગણિત

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: જેકોબ બેથલ, વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડીકલ, રાજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા રોમરિઓ શેફર્ડ, ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, લુંગી એનગિડી, યશ દલાલ.

Advertisment

કોલકાતા નાઇટ રાઇડર્સ : રહેમાનુલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મનિષ પાંડે, મોઈન અલી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર કોલકાતા નાઇટ રાઇડર્સ ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ