IPL 2025 Rajasthan Royals vs Kolkata Knight Riders Head To Head Records : આઈપીએલ 2025ની છઠ્ઠી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 26 માર્ચના રોજ ગુવાહાટીના સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો બન્ને ટીમનું એકસમાન પ્રભુત્વ છે.
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચો રમાઇ છે. જેમાં 14 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 14 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બે મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 125 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 224 અને લોએસ્ટ સ્કોર 81 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી રાજસ્થાનનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચ રદ થઇ છે. છેલ્લી બે સિઝન 2023 અને 2014માં રાજસ્થાન કોલકાતા સામે હાર્યું નથી. 2024ની સિઝનમાં એક મેચમાં રાજસ્થાનનો વિજય થયો હતો અને એક મેચ રદ થઇ હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2025માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં કોણ છે નંબર વન
રાજસ્થાનના હોમગ્રાઉન્ડ ગુવાહાટી સ્ટેડિયમમાં રેકોર્ડ
ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ કુલ 4 મેચ રમ્યું છે. જેમાં 1 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ (કેપ્ટન), નીતિશ રાણા, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, જોફ્રા આર્ચર, મહેશ તીક્ષણા, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.
કોલકાતા નાઈટ રાઈડર્સ : ક્વિન્ટન ડી કોક, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, સ્પેન્સર જોન્સન/એનરિક નોર્ખિયા, વરુણ ચક્રવર્તી.