RR vs KKR, IPL 2025 : આઈપીએલ 2025, ડી કોકના અણનમ 97 રન, કેકેઆરનો 8 વિકેટે વિજય

RR vs KKR Score, Rajasthan Royals vs Kolkata Knight Riders IPL 2025: ડી કોકના 61 બોલમા 8 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 97 રન, રાજસ્થાનનો સતત બીજો પરાજય

RR vs KKR Score, Rajasthan Royals vs Kolkata Knight Riders IPL 2025: ડી કોકના 61 બોલમા 8 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 97 રન, રાજસ્થાનનો સતત બીજો પરાજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2025 RR vs KKR Live Score IPL 2025, RR vs KKR Live Score

RR vs KKR Score, IPL 2025: આઈપીએલ 2025, રાજસ્થાન વિ કોલકાતા મેચ

RR vs KKR IPL 2025 Updates, Rajasthan Royals vs Kolkata Knight Riders : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ક્વિન્ટોન ડી કોકના અણનમ 97 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2925માં રાજસ્થાન રોયલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 153 રન બનાલી લીધા હતા.

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.

કોલકાતા નાઈટ રાઈડર્સ : ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

  • Mar 26, 2025 23:11 IST

    IPL 2025 RR vs KKR Live Score : કોલકાતા નાઇટ રાઇડર્સનો 8 વિકેટે વિજય

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ક્વિન્ટોન ડી કોકના અણનમ 97 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2925માં રાજસ્થાન રોયલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 153 રન બનાલી લીધા હતા.



  • Mar 26, 2025 23:08 IST

    IPL 2025 RR vs KKR Live Score : ક્વિન્ટોન ડી કોકના અણનમ 97 રન

    ક્વિન્ટોન ડી કોકના 61 બોલમા 8 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 97 રન. રઘુવંશીના 17 બોલમાં 2 ફોર સાથે અણનમ 22 રન.



  • Advertisment
  • Mar 26, 2025 22:28 IST

    IPL 2025 RR vs KKR Live Score : ડી કોકની અડધી સદી

    ક્વિન્ટોન ડી કોકે 36 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Mar 26, 2025 22:28 IST

    IPL 2025 RR vs KKR Live Score : રહાણે 18 રને આઉટ

    અજિંક્ય રહાણે 15 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 18 રન બનાવી હસરંગાનો શિકાર બન્યો. કેકેઆરે 70 રને બીજી વિકેટ ગુમાવી.



  • Mar 26, 2025 22:02 IST

    IPL 2025 RR vs KKR Live Score : મોઇન અલી રન આઉટ

    મોઇન અલી 12 બોલમાં 5 રન બનાવી રન આઉટ થયો. કેકેઆરે 41 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 26, 2025 21:53 IST

    IPL 2025 RR vs KKR Live Score : કેકેઆરના 5 ઓવરમાં વિના વિકેટે 35 રન

    કોલકાતા નાઇટ રાઇડર્સે 5 ઓવરમાં વિના વિકેટે 35 રન બનાવી લીધા છે. ક્વિટોન ડી કોક 30 અને મોઇન અલી 3 રને રમતમાં છે.



  • Mar 26, 2025 21:19 IST

    IPL 2025 RR vs KKR Live Score : કોલકાતાને જીતવા માટે 152 રનનો પડકાર

    જોફ્રા આર્ચર 7 બોલમાં 2 સિક્સર સાથે 16 રને બોલ્ડ થયો. આઈપીએલ 2025ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 151 રન બનાવી લીધા છે. કોલકાતાને જીતવા માટે 152 રનનો પડકાર મળ્યો છે



  • Mar 26, 2025 21:10 IST

    IPL 2025 RR vs KKR Live Score : ધ્રુવ જુરેલ અને હેટમાયર એક ઓવરમાં આઉટ

    ધ્રુવ જુરેલ 28 બોલમાં 5 ફોર સાથે 33 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 131 રને સાતમી વિકેટ ગુમાવી. શિમરોન હેટમાયર 8 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી આઉટ થયો.



  • Mar 26, 2025 20:56 IST

    IPL 2025 RR vs KKR Live Score : શુભમ દુબે 9 રને આઉટ

    ઇમ્પેક્ટ પ્લેયર શુભમ દુબે 12 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 110 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Mar 26, 2025 20:36 IST

    IPL 2025 RR vs KKR Live Score : નીતિશ રાણા 8 રને આઉટ

    વાહિન્દુ હસરંગા 4 બોલમાં 4 રને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો. જ્યારે નીતિશ રાણા 8 રને મોઇન અલીની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 82 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Mar 26, 2025 20:15 IST

    IPL 2025 RR vs KKR Live Score : યશસ્વી જયસ્વાલ 29 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 24 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 29 રન બનાવી મોઇન અલીની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 69 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Mar 26, 2025 20:13 IST

    IPL 2025 RR vs KKR Live Score : રિયાન પરાગ 25 રને આઉટ

    રિયાન પરાગ 15 બોલમાં 3 ફોર સાથે 25 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 26, 2025 19:53 IST

    IPL 2025 RR vs KKR Live Score : સંજુ સેમસન 11 રને આઉટ

    સંજુ સેમસન 11 બોલમાં 2 ફોર સાથે વૈભવ અરોરાની ઓવરમાં આઉટ થયો. રાજસ્થાને 33 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 26, 2025 19:39 IST

    IPL 2025 RR vs KKR Live Score : સેમસન અને જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા

    સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા. સ્પેન્સર જોન્સનની પ્રથમ ઓવરમાં 9 રન બનાવ્યા.



  • Mar 26, 2025 19:24 IST

    IPL 2025 RR vs KKR Live Score : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.



  • Mar 26, 2025 19:24 IST

    IPL 2025 RR vs KKR Live Score : કેકેઆર પ્લેઇંગ ઇલેવન

    ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.



  • Mar 26, 2025 19:20 IST

    IPL 2025 RR vs KKR Live Score : કોલકાતાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની છઠ્ઠી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો



  • Mar 26, 2025 18:33 IST

    IPL 2025 RR vs KKR Live Score : રાજસ્થાન વિ કોલકાતા હેડ ટુ હેડ

    આઈપીએલમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચો રમાઇ છે. જેમાં 14 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 14 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બે મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 125 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 224 અને લોએસ્ટ સ્કોર 81 રન છે.



  • Mar 26, 2025 18:33 IST

    IPL 2025 RR vs KKR Live Score : રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2025ની છઠ્ઠી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ગુવાહાટીમાં રમાશે. બન્ને ટીમનો પોતાની પ્રથમ મેચમાં પરાજય થયો છે. જેથી જીત મેળવવા પ્રયત્ન કરશે.



આઈપીએલ 2025 રાજસ્થાન રોયલ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ