RR vs LSG Head To Head : આઈપીએલ 2025, રાજસ્થાન વિ લખનઉ હેડ ટુ હેડ રેકોર્ડ, કઇ ટીમનો છે દબદબો

IPL 2025 RR vs LSG Head To Head : આઈપીએલમાં રાજસ્થાન અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 4 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં લખનઉનો વિજય થયો છે

IPL 2025 RR vs LSG Head To Head : આઈપીએલમાં રાજસ્થાન અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 4 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં લખનઉનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RR vs LSG Head To Head, IPL 2025

RR vs LSG Head To Head : આઈપીએલ 2025, રાજસ્થાન વિ લખનઉ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Rajasthan Royals vs Lucknow Super Giants Head To Head Records : આઈપીએલ 2025ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 19 એપ્રિલના રોજ જયપુરના માનસિંહ સવાઇ સિંહ સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો રાજસ્થાનનું પલડું ભારે છે.

Advertisment

રાજસ્થાન રોયલ્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં રાજસ્થાન અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 4 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં લખનઉનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 199 રન અને લોએસ્ટ સ્કોર 144 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 154 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે એક મેચમાં લખનઉનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં રાજસ્થાનનો વિજય થયો હતો.

આ પણ વાંચો - શું તમે જાણો છો IPL માં કોણ પસંદ કરે છે પ્લેયર ઓફ ધ મેચ? 

રાજસ્થાન રોયલ્સના હોમગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન અને લખનઉ વચ્ચે 2 મેચો રમાઇ છે. જેમાં 1 મેચમાં રાજસ્થનનો વિજય થયો છે અને 1 મેચમાં લખનઉનો વિજય થયો છે.

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતીશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), આયુષ બડોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.

આઈપીએલ 2025 રાજસ્થાન રોયલ્સ લખનઉ સુપર જાયન્ટ્સ Rishabh pant ક્રિકેટ IPL સ્પોર્ટ્સ