/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/SRH-vs-GT-head-to-head.jpg)
SRH vs GT Head To Head : આઈપીએલ 2025, હૈદરાબાદ વિ ગુજરાત હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)
IPL 2025 Sunrisers Hyderabad vs Gujarat Titans Head To Head Records : આઈપીએલ 2025ની 19મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 6 એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું ભારે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ગુજરાત ટાઇટન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. 1 મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં હૈદરાબાદનો હાઈએસ્ટ સ્કોર 195 રન અને લોએસ્ટ સ્કોર 154 રન છે. જ્યારે ગુજરાતનો હાઇએસ્ટ સ્કોર 199 રન અને લોએસ્ટ સ્કોર 162 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 અનિર્ણિત રહી હતી. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી. જેમાં 1 મેચમાં ગુજરાતનો વિજય થયો હતો અને એક મેચ અનિર્ણિત રહી હતી.
આ પણ વાંચો - ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદ તેના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 36 મેચો રમ્યું છે. જેમાં 36 મેચમાં વિજય થયો છે અને 22 મેચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, સાઇ કિશોર, રાશિદ ખાન, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us