SRH vs GT IPL 2025 Highlights, Sunrisers Hyderabad vs Gujarat Titans: આઈપીએલ 2025ની 19મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 152 રનના પડકાર સામે ગુજરાત ટાઇટન્સે 17મી ઓવરમાં હૈદરાબાદને 7 વિકેટથી હરાવી મોટી જીત પ્રાપ્ત કરી છે. ગુજરાત તરફથી બોલિંગમાં મોહમ્મદ સિરાજ 4 વિકેટ અને બેટીંગમાં શુભમન ગિલ 61 રન અને વોશિંગટન સુંદરે 49 રન બનાવી પોતાનું કૌવત બતાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સની આ સતત ત્રીજી જીત છે અને હૈદરાબાદની આ સતત ચોથી હાર છે. ગુજરાતે 16.4 ઓવરમાં 153 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાંઇ કિશોર, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિંદુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.





