/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/SRH-vs-LSG-head-to-head.jpg)
IPL 2025 SRH vs LSG Head To Head : આઈપીએલ 2025, હૈદરાબાદ વિ લખનઉ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)
IPL 2025 Sunrisers Hyderabad vs Lucknow Super Giants Head To Head Records : આઈપીએલ 2025ની સાતમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 27 માર્ચના રોજ હૈદરાબાદમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉનું પ્રભુત્વ જોવા મળે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 185 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 182 છે અને લોએસ્ટ સ્કોર 121 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી લખનઉનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં હૈદરાબાદનો વિજય થયો હતો.
હોમગ્રાઉન્ડમાં હૈદરાબાદનો રેકોર્ડ
પોતાના હોમગ્રાઉન્ડ હૈદરાબાદ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ કુલ 58 મેચ રમ્યું છે. જેમાં 36 મેચમાં વિજય થયો છે અને 21 મેચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ પડી હતી.
આ પણ વાંચો - આઈપીએલ 2025 : ઇમ્પેક્ટ પ્લેયર બન્યા ગેમ ચેન્જર, આ મેચમાં હાર-જીતની બાજી પલટાવી
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી.
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us