SRH vs LSG IPL 2025 Updates,Sunrisers Hyderabad vs Lucknow Super Giants : શાર્દુલ ઠાકુરની 4 વિકેટ પછી નિકોલસ પૂરનના 70 અને મિશેલ માર્શના 52 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. લખનઉએ પ્રથમ જીત નોંધાવી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, સિમરજીત સિંહ, મોહમ્મદ શમી.
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઈ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન, પ્રિન્સ યાદવ





