SRH vs PBKS Head To Head : આઈપીએલ 2025, હૈદરાબાદ વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 SRH vs PBKS Head To Head : આઈપીએલમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં હૈદરબાદનો વિજય થયો છે જ્યારે 7 મેચમાં પંજાબનો વિજય થયો છે

IPL 2025 SRH vs PBKS Head To Head : આઈપીએલમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં હૈદરબાદનો વિજય થયો છે જ્યારે 7 મેચમાં પંજાબનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
SRH vs PBKS Head To Head, SRH vs PBKS, IPL 2025

SRH vs PBKS Head To Head : આઈપીએલ 2025, હૈદરાબાદ વિ પંજાબ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Sunrisers Hyderabad vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 12 એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો હૈદરાબાદનું પલડું ભારે છે.

Advertisment

સનરાઇઝર્સ હૈદરાબાદ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 23 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં હૈદરબાદનો વિજય થયો છે જ્યારે 7 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં હૈદરાબાદનો હાઈએસ્ટ સ્કોર 215 અને લોએસ્ટ સ્કોર 114 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 119 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો સનરાઇઝર્સ હૈદરાબાદનો દબદબો છે. છેલ્લી 3 મેચમાંથી ત્રણેય મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. પંજાબ એકપણ મેચ જીતી શક્યું નથી. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં હૈદરાબાદનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2025, મુંબઈ વિ બેંગલોર હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુશન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિંદુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.

આઈપીએલ 2025 સનરાઇઝર્સ હૈદરાબાદ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ