SRH vs DC Head To Head : આઈપીએલ 2025, સનરાઇઝર્સ હૈદરાબાદ વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 SRH vs DC Head To Head : આઈપીએલમાં હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 25 મેચો રમાઇ છે. જેમાં 13 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે

IPL 2025 SRH vs DC Head To Head : આઈપીએલમાં હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 25 મેચો રમાઇ છે. જેમાં 13 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2025, SRH vs DC Head To Head, SRH vs DC

SRH vs DC Head To Head : આઈપીએલ 2025, સનરાઇઝર્સ હૈદરાબાદ વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Sunrisers Hyderabad vs Delhi Capitals Head To Head Records : આઈપીએલ 2025ની 55મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 5 મે ના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં હૈદરાબાદ 10 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે દિલ્હીનો 10 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે.

Advertisment

સનરાઇઝર્સ હૈદરાબાદ વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો હૈદરાબાદનું પલડું ભારે છે. આઈપીએલમાં હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 25 મેચો રમાઇ છે. જેમાં 13 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં હૈદરાબાદનો હાઈએસ્ટ સ્કોર 266 અને લોએસ્ટ સ્કોર 116 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 80 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી દિલ્હીનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. 2025ની આ સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે દિલ્હનો મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - વૈભવ સૂર્યવંશી સંઘર્ષ સ્ટોરી : મુશ્કેલથી ચાલી રહ્યું છે ઘર, મમ્મી ફક્ત 3 કલાક જ ઊંઘે છે

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિંદુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.

દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

આઈપીએલ 2025 સનરાઇઝર્સ હૈદરાબાદ દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ