IPL 2025 Sunrisers Hyderabad vs Mumbai Indians Head To Head Records : આઈપીએલ 2025ની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 23 એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં હૈદરાબાદ 7 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. જ્યારે મુંબઈ 8 મેચ રમ્યું છે. જેમાં 4 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે.
મુંબઈ ઇન્ડિયન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈનું પ્રભુત્વ છે. આઈપીએલમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 24 મુકાબલા થયા છે. જેમાંથી 14 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 246 રન અને લોએસ્ટ સ્કોર 87 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 277 અને લોએસ્ટ સ્કોર 96 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે એક મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. 2025ની સિઝનમાં બન્ને વચ્ચે એક વખત મુકાબલો થયો છે અને તે મેચમાં મુંબઈનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2025માં આ ટીમ મેચ ફિક્સિંગના ઘેરામાં! જાણો કોણે લગાવ્યો આવો ગંભીર આરોપ
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, ઇશાન મલિંગા.
મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, કર્ણ શર્મા, જસપ્રીત બુમરાહ.





