Vaibhav Suryavanshi Struggle Story : યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સંઘર્ષ કરીને આ સ્ટેજ પર પહોંચ્યો છે. અનેક સંઘર્ષ પછી સફળ બન્યો છે. કોઇ પણ સફળ વ્યક્તિના જીવનને તમે જોશો તો તેની પાછળ જોરદાર સંઘર્ષ હોય છે. હવે ભારતીય ક્રિકેટમાં એક નવું નામ જે મોટા સંઘર્ષ બાદ ધીરે ધીરે સફળતાના માર્ગે આગળ વધી રહ્યું છે. આ ખેલાડી 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી છે. વૈભવ સૂર્યવંશી વિશે હવે તો સૌ કોઇ ઘણું જાણે છે, પરંતુ ગુજરાત સામે 101 રનની રેકોર્ડ બ્રેક ઇનિંગ રમ્યા બાદ હવે તેણે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું.
મમ્મી બે વાગ્યે ઊઠી જાય છે – વૈભવ સૂર્યવંશી
ગુજરાત સામે આઇપીએલમાં 35 બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. આ પછી વૈભવે પોતાના જીવનમાં કેવા પ્રકારના સંઘર્ષનો સામનો કર્યો છે તે વિશે વાત કરી હતી. વૈભવે સ્ટાર સ્પોર્ટ્સ પર આ વિશે વાત કરતાં કહ્યું હતું કે મારી સફળતામાં મારા માતા-પિતાનો ફાળો છે. વૈભવે કહ્યું કે હું જે પણ છું તે મારા માતા-પિતાના કારણે છું. મારે પ્રેક્ટિસ કરવા જવું પડે છે તેથી મારા કારણે મારી માતા છે સવારે 2 વાગ્યે ઉઠી રહ્યા છે, 11 વાગ્યે ઊંઘે છે. તે ફક્ત ૩ કલાકની ઉંઘ લઈ રહ્યા છે અને પછી મારા માટે રસોઈ બનાવે છે.
મુશ્કેલથી ચાલી રહ્યું છે ઘર
વૈભવે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતા પણ ઉઠી જાય છે, તેમણે કામ છોડી દીધું હતું અને મારા મોટાભાઇએ પાપાનું કામ સંભાળ્યું હતું. ઘર ખૂબ જ મુશ્કેલીથી ચાલે છે, પરંતુ પાપા મારી પાછળ પડ્યા હતા કે તુ કરી શકીશ, તુ કરી શકીશ. ભગવાન જુએ છે કે તે ક્યારેય સખત મહેનત કરનારને નિષ્ફળતા આપતા નથી. તેથી હું જે પણ પરિણામ જોઈ રહ્યો છું, તે મારા માતાપિતાને કારણે છે.
આ પણ વાંચો – વૈભવ સૂર્યવંશી એ 35 બોલમાં સદી ફટકારી, રેકોર્ડનો વરસાદ કર્યો
તમને જણાવી દઈએ કે વૈભવે આઈપીએલ 2025ની ત્રીજી ઈનિંગમાં કમાલ કરી હતી. તેણે 35 બોલમાં સદી ફટકારી હતી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
કોણ છે વૈભવ સૂર્યવંશી?
વૈભવ સૂર્યવંશીએ 12 વર્ષની ઉંમરે બિહાર તરફથી રણજી ડેબ્યૂ કર્યું ત્યારે પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. વૈભવ બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી છે. વૈભવે ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 યુવા ટેસ્ટ મેચમાં માત્ર 58 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. સૂર્યવંશી યુવા ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. વૈભવે 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 100 રન, લિસ્ટ એ ની 6 મેચમાં 132 રન અને 4 ટી 20માં 164 રન બનાવ્યા છે.





