IPL 2025 : આઈપીએલ 2025ની અંતિમ લીગ મેચ 27 મે ને મંગળવારે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ હાઈસ્કોરિંગ થ્રીલર મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના લેગ સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીએ 17મી ઓવરમાં નોન સ્ટ્રાઈકર એન્ડ પર જીતેશ શર્મા સામે રન આઉટની અપીલ કરી હતી.
જોકે થર્ડ અમ્પાયરે તેની અપીલ ઠુકરાવી દેતાં જિતેશ શર્માને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો. તેને લઇને ભ્રમ હતો કે ટેક્નિકલ નિયમોને કારણે નોટઆઉટનો નિર્ણય આપ્યો છે કે પછી લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે તેની અપીલ પાછી ખેંચી લેતા આમ બન્યું હતું. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે ઋષભ પંતે અપીલ પાછી ખેંચી લીધા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન જીતેશ શર્માએ તેને ગળે લગાવ્યો હતો.
એટલું જ નહીં ક્રિકેટના નિયમોની સ્પષ્ટતા કરવાને બદલે તેને ‘અપીલ વાપસી’ ગણાવ્યું હતું. જોકે ટૂર્નામેન્ટના ઓફિસિઅલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસે તારીખ 27મી મે ની મધરાત્રે 1:29 વાગ્યે એક વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જીતેશ શર્મા રન આઉટ ડ્રામા અને ઋષભ પંતની અપીલ પાછી ખેંચવી, ખરેખર શું થયું હતું? પૂર્વ અમ્પાયર અનિલ ચૌધરીએ આ વિશે બધી જ બાબતો સમજાવી હતી.
પૂર્વ અમ્પાયર અનિલ ચૌધરીએ શું કહ્યું?
સ્ટાર સ્પોર્ટ્સના એક વીડિયોમાં ચૌધરીએ કહ્યું કે સૌથી પહેલા તો માંકડ નામ ખોટું છે. તે એક રન આઉટ છે. મેં ટીવી અમ્પાયરની કોમેન્ટ્રી સાંભળી હતી. તેમણે કહ્યું કે બોલર પોપિંગ એરિયાથી આગળ નીકળી ગયો છે. થાય છે એ કે તેની જે લાસ્ટ બોલિંગ સ્ટ્રાઇડ છે તે તેના પર છે અને તેનો હાથ ઉપર ગયો ન હતો. જોકે આ તેમનો અભિપ્રાય (ટીવી અમ્પાયર) છે, પણ મને લાગ્યું કે તે કદાચ આઉટ હતો.
આ પણ વાંચો – આરસીબીએ હાઇસ્કોરિંગ મેચમાં જીત સાથે ટોપ 2 માં સ્થાન મેળવ્યું
કાયદા પ્રમાણે
અનિલ ચૌધરીએ આગળ કહ્યું કે તે પછી મેં જોયું કે તે એક અલગ બાબત છે કે ઋષભ પંત પણ નોટ આઉટ થયા પછી અપીલ પાછી ખેંચી રહ્યો હતો. જેથી આ તમામ ઘટનાઓ એક પછી એક બની હતી. પરંતુ કાયદા અનુસાર…કારણ કે રિલીઝ પોઇન્ટ પહેલા જ તેણે બેઇલ કાઢી નાખ્યા હતા, જેમ કે તમે પહેલા અશ્વિનને પહેલા કરતા જોયો હશે, તે 2-3 વર્ષ પહેલાં ઘણા સમય પહેલા બન્યું હતું. તો એકવાર મને તે લાગ્યું તે તે આઉટ છે.
ઘણા લોકો અપીલ કર્યા પછી તેને પાછી ખેંચી લે છે
અનિલ ચૌધરીએ કહ્યું કે અમે અન્ય ટીવી અમ્પાયરોના અભિપ્રાયનો આદર કરીએ છીએ. તેમણે કહ્યું કે તે આગળ નીકળી ગયો. તે પોપિંગ એરિયામાંથી આગળ નીકળી ગયો પણ કે બોલિંગ સ્ટ્રાઇડમાં જ હતો. જો ઋષભ પંત વીડ્રો કરત તો અમ્પાયરે તેનો સ્વીકાર કરી લીધો હોત અને બેટ્સમેન નોટઆઉટ જ રહેત. આ સ્તરે આ નોર્મલ પ્રેક્ટિસ છે. ઘણા લોકો અપીલ કર્યા પછી પીછેહઠ કરે છે.
અનિલ ચૌધરીએ સમજાવતા કહ્યું કે સમસ્યા એ છે કે અમ્પાયર ઉપર જતા પહેલા (થર્ડ અમ્પાયર તરફ ફરવું) પૂછી શકતા નથી. માઇકલ ગોફે બોલર રાઠીને પૂછ્યું કે તમે અપીલ કરી રહ્યા છો, તો તેમણે હા પાડી. પછી તેમણે રેફર કર્યું હતું.
એમસીસી કાનૂન શું કહે છે?
એમસીસી ક્રિકેટ નિયમ પુસ્તિકા નંબર 38.3માં નોન-સ્ટ્રાઇકર દ્વારા ક્રિઝ જલદી છોડવાની વાત કરવામાં આવી છે.
- નિયમ નંબર 38.3.1 બેટ્સમેનને રન આઉટ કેવી રીતે કરી શકાય તે અંગેનો ખુલાસો આપે છે, કારણ કે બોલર જ્યારે બોલ છોડે છે ત્યારે બોલ રમતમાં આવે છે. કાયદમાં કહેવાયું છે કે બોલ રમતમાં આવે તે ક્ષણથી લઈને તે ક્ષણ સુધી જ્યારે બોલર પાસેથી બોલને સામાન્ય રીતે છોડવાની અપેક્ષા રાખવામાં આવે છે, નોન-સ્ટ્રાઈકરને રન આઉટ કરી શકાય છે જો તે તેની ક્રીઝની બહાર છે. આ સંજોગોમાં નોન સ્ટ્રાઇકરને રન આઉટ ગણવામાં આવશે જો તે તે સમયે પોતાની ક્રીઝથી બહાર છે જ્યારે બોલર દ્વારા બોલને સ્ટમ્પ પર ફેંકવા કે બોલરના હાથ દ્વારા બોલને પકડવાના કારણે તેની વિકેટ પડી જાય છે, પછી બોલ બાદમાં ફેંકાયો હોય કે ના હોય.
- એમસીસીના નિયમ નંબર 38.3.1.2 જણાવે છે કે, જીતેશ શર્મા સ્પષ્ટપણે ક્રીઝની બહાર હતો છતા તેને આઉટ કેમ આપવામાં આવ્યો ન હતો. જ્યારે ઋષભ પંતે લખનઉ સુપર જાયન્ટ્સ વતી દિગ્વેસ રાઠીની અપીલ પાછી ખેંચી લીધી હતી. કાયદો જણાવે છે કે જો નોન-સ્ટ્રાઈકરે તે સમય પહેલા તેની ક્રિઝ છોડી દીધી હોય, પણ બોલર જો તે પોઇન્ટ પર તબક્કે પહોંચી જાય છે જ્યાંથી બોલર પાસેથી સામાન્ય રીતે બોલ છોડવાની અપેક્ષા કરાય છે, તો બોલર આ કાયદા હેઠળ નોન-સ્ટ્રાઈકરને રન આઉટ કરી શકતો નથી.
- મૂળ રૂપે જે ક્ષણે દિગ્વેશ રાઠીએ પોતાની એક્શન પૂરી કરી, તે સમયે બોલને છોડતા પહેલા નોન-સ્ટ્રાઈકર પર રનઆઉટ કરી શકતો નથી. એ પણ એક ફેક્ટ છે કે જો રનઆઉટ આપવામાં આવ્યો હોત તો જીતેશ શર્માના આઉટ થવાની સાથે જ મેચનું પરિણામ પલટાઇ શક્યું હોત.