IPL 2026 : બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમતો જોવા મળશે. આઈપીએલ 2026ની હરાજી પહેલા મુંબઈએ અર્જુનને ટ્રેડ કર્યો હતો અને હવે તે લખનઉની ટીમનો ભાગ છે. અર્જુન તેંડુલકર ને લખનઉએ 30 લાખ રૂપિયાની ફી માટે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
અર્જુન તેંડુલકરનો પગાર 4 વર્ષથી વધ્યો નથી
અર્જુન તેંડુલકર 2021થી આઇપીએલમાં રમી રહ્યો છે, પણ છેલ્લા 4 વર્ષથી તેની ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને તે આ જ ફી પર સતત રમી રહ્યો છે. વર્ષ 2021માં અર્જુનને પહેલીવાર 20 લાખની બેઝ પ્રાઈસ માટે મુંબઈ ઈન્ડિયન્સમાં ઉમેરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2022માં તે 30 લાખ રૂપિયામાં મુંબઈનો ભાગ બન્યો હતો. વર્ષ 2022માં તેની ફીમાં 10 લાખનો વધારો થયો હતો અને વર્ષ 2025 સુધી તે આ કિંમતે મુંબઈ સાથે જોડાયેલો હતો.
અર્જુન તેંડુલકરને IPLથી 1.70 કરોડની કમાણી
અર્જુન તેંડુલકર હવે આઇપીએલ 2026માં લખનઉ ટીમનો ભાગ બનશે, પણ તેની કિંમત હજુ 30 લાખ છે, તેથી તેની ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અર્જુન તેંડુલકરે આઇપીએલ 2026માં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 1.70 કરોડની કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે, 1200 કરોડ રુપિયાની સંપતિની માલિકી ધરાવતા સચિન તેંડુલકરના પુત્રએ આઇપીએલમાંથી અત્યાર સુધીમાં રુપિયા 1.70 કરોડની કમાણી કરી છે.
અર્જુન આઈપીએલમાં માત્ર 5 મેચ રમ્યો
તમને જણાવી દઈએ કે અર્જુન તેંડુલકર વર્ષ 2021માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતા, પરંતુ તેને વર્ષ 2023માં આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી. અર્જુન અત્યાર સુધી આઈપીએલમાં માત્ર 5 મેચ રમ્યો છે અને આ મેચોમાં તેણે માત્ર 13 રન જ બનાવ્યા છે, જ્યારે આ મેચોમાં તેણ 3 વિકેટ ઝડપી છે.





