IPL 2026 Player Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 ની હરાજી 16 ડિસેમ્બર 2026 ના રોજ અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. હરાજી અગાઉ કુલ 1355 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી પણ BCCI એ એક હજાર જેટલા ખેલાડીઓના નામ કાપી નાખ્યા છે. આઈપીએલ 2026ની મિની હરાજી પહેલા જાણીએ કે ખેલાડીઓ પર ખર્ચ કરવા માટે કઇ ટીમ પાસે કેટલી રકમ બાકી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલ 2026 મિની હરાજી માટે સૌથી મોટું પર્સ કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે છે. તેમની પાસે કુલ 64.30 કરોડ રુપિયા છે. ટીમ પાલે હાલ કુલ 12 ખેલાડીઓ છે. જેમાં 2 વિદેશી પ્લેયર્સ છે. એક ટીમ વધુમાં વધુ 8 વિદેશી સહિત 25 ખેલાડીઓ રાખી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે IPL 2026 મિની હરાજી માટે બીજા ક્રમનું સૌથી મોટું પર્સ છે. CSK પાસે 43.40 કરોડ રુપિયા છે. ચેન્નાઇ પાસે 4 વિદેશી સહિત કુલ 16 પ્લેયર્સ છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે આઈપીએલ 2026 મિની હરાજી માટે 25.50 કરોડ રુપિયાનું પર્સ છે. હૈદરાબાદે વિદેશી ખેલાડીઓ એડમ ઝમ્પા અને વિઆન મુલ્ડરને રિલીઝ કર્યા હતા. એસઆરએચ પાસે 6 વિદેશી સહિત કુલ 16 પ્લેયર્સ છે.
લખનઉ સુપર જાયન્ટ્સ
લખનઉ સુપર જાયન્ટ્સ પાસે આઈપીએલ 2026 મિની ઓક્શન માટે 22.90 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે 7 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા, જેમાં સૌથી મોટું નામ ડેવિડ મિલરનું છે. એલએસજી પાસે 4 વિદેશી સહિત કુલ 19 પ્લેયર્સ છે.
આ પણ વાંચો – IPL હરાજી ક્યારે અને ક્યાં યોજાશે? 350 ખેલાડીઓ હરાજીમાં હશે, અહીં જાણો
દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ પાસે IPL 2026 મિની હરાજી માટે 21.80 કરોડ રુપિયાનું પર્સ છે. દિલ્હીએ જેક ફ્રેઝર મેકગર્ક અને ફાફ ડુ પ્લેસિસ સહિત 6 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. દિલ્હી પાસે 3 વિદેશી સહિત કુલ 17 પ્લેયર્સ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
આઈપીએલ 2026ની મિની હરાજી માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 16.40 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે લિયામ લિવિંગસ્ટોન અને લુંગી એનગીડી જેવા મુખ્ય ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. આરસીબી પાસે 6 વિદેશી સહિત કુલ 17 પ્લેયર્સ છે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ પાસે અબુ ધાબીમાં મિની-હરાજી માટે 16.05 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે શ્રીલંકાના ખેલાડીઓ વાનિન્દુ હસરંગા, મહેશ તીક્ષણા અને ઘણા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. આરઆર પાસે 7 વિદેશી સહિત કુલ 16 પ્લેયર્સ છે.
ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સ પાસે IPL 2026 મિની-હરાજી માટે 12.90 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે પાંચ ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. જીટી પાસે 4 વિદેશી સહિત કુલ 20 પ્લેયર્સ છે.
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સ પાસે આઈપીએલ 2026 મિની-હરાજી માટે 11.50 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ અને એરોન હાર્ડી જેવા મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. પંજાબ પાસે 6 વિદેશી સહિત કુલ 21 પ્લેયર્સ છે.
મુંબઈ ઇન્ડિયન્સ
IPL 2026 મિની-હરાજી માટે મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી નાનું પર્સ છે. તેની પાસે કુલ 2.75 કરોડ રુપિયાનું પર્સ છે. તેમણે કુલ 6 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા, જેમાંથી 4 વિદેશી ખેલાડીઓ હતા. મુંબઈ પાસે 7 વિદેશી સહિત કુલ 20 પ્લેયર્સ છે.





