IPL 2026 Auction : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ સહિત તમામ દસ ફ્રેન્ચાઇઝીઓએ શનિવારે (15 નવેમ્બર) રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. આ સિઝનમાં ખેલાડીઓના ટ્રેડ ખૂબ જ ટ્રેંન્ડમાં રહ્યા હતા. આઈપીએલ 2026 પહેલા મિની હરાજી છે. સતત ત્રીજા વર્ષે આઇપીએલની હરાજી ભારતની બહાર યોજાશે.
ચાલો જાણીએ IPL 2026 હરાજી સાથે જોડાયેલી મોટી બાબતો
આઈપીએલ 2026ની હરાજી 16 ડિસેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહના એતિહાદ એરેનામાં યોજાશે.
આઇપીએલ 2026ની હરાજી અગાઉ કુલ 173 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. જેમાં 49 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આઇપીએલની હરાજીમાં કુલ 77 ખેલાડીઓ માટે કુલ રુપિયા 237.55 કરોડની રકમ ઉપલબ્ધ થશે.
IPL 2026 રિટેન્શનમાં 1250 કરોડ રૂપિયામાંથી 1012.45 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
એક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. પંજાબ કિંગ્સે 21 ખેલાડીઓને રિટેન કર્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સે 20-20 ખેલાડીઓને રિટેન કર્યા છે.
આ પણ વાંચો – આઈપીએલ 2026 : દરેક ટીમોના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી
કોલકાતા નાઈટ રાઈડર્સ રુપિયા 64.3 કરોડની રકમ સાથે હરાજીમાં ઉતરશે. તેણે છ વિદેશી ખેલાડીઓ સહિત વધુમાં વધુ 13 સ્લોટ ભરવાના છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 43.4 કરોડ રુપિયા પર્સમાં છે. તેણે વધુમાં વધુ નવ સ્લોટ ભરવાના છે.
મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 2.75 કરોડ રુપિયા સાથે હરાજીમાં ઉતરશે.
આઇપીએલની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે બિડિંગ વોર જોવા મળશે.
IPL 2026 સ્ક્વોડ સાઇઝ, સેલેરી કેપ અને ખાલી સ્લોટની માહિતી
ટીમ ખેલાડીઓની સંખ્યા વિદેશી ખેલાડીઓની સંખ્યા કુલ રકમ ખર્ચ બારી રકમ ઉપલબ્ધ સ્લોટ વિદેશી સ્લોટ ચેન્નાઈ સુપર કિંગ્સ 16 4 81.6 43.4 9 4 દિલ્હી કેપિટલ્સ 17 3 103.2 21.8 8 5 ગુજરાત ટાઇટન્સ 20 4 112.1 12.9 5 4 કોલકાતા નાઈટ રાઈડર્સ 12 2 60.7 64.3 13 6 લખનઉ સુપર જાયન્ટ્સ 19 4 102.05 22.95 6 4 મુંબઈ ઈન્ડિયન્સ 20 7 122.25 2.75 5 1 પંજાબ કિંગ્સ 21 6 113.5 11.5 4 2 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17 6 108.6 16.4 8 2 રાજસ્થાન રોયલ્સ 16 7 108.95 16.05 9 1 સનરાઇઝર્સ હૈદરાબાદ 15 6 99.5 25.5 10 2 કુલ 173 49 1012.45 237.55 77 31





