IPL Auction 2026 : આઈપીએલના ઇતિહાસના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓ, કેમરુન ગ્રીન ત્રીજા સ્થાને આવી ગયો

IPL Auction Most Expensive Players List : આઈપીએલ 2026ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ સાથે જ તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે

IPL Auction Most Expensive Players List : આઈપીએલ 2026ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ સાથે જ તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Auction Most Expensive Players

IPL Auction Most Expensive Players List : આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની યાદ

IPL Auction Most Expensive Players List : આઈપીએલ 2026ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને લોટરી લાગી છે. કેમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ સાથે જ તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ત્રીજા સ્થાને આવી ગયો છે. તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તેણે મિચેલ સ્ટાર્કને પાછળ રાખી દીધો છે.

Advertisment

આઈપીએલના ઈતિહાસમાં ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓમાં ભારતના ત્રણ અને બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. સૌથી વધુ બોલી લગાવવાનો રેકોર્ડ પણ કોઈ ભારતીય ખેલાડીના નામે છે. આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી ભારતનો ઋષભ પંત છે. જેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.

આઈપીએલ હરાજીમાં ઇતિહાસમાં 5 સૌથી મોંઘા ખેલાડીઓ

  • ઋષભ પંત - 27 કરોડ રુપિયા (લખનઉ સુપર જાયન્ટ્સ)
  • શ્રેયસ ઐયર - 26.75 કરોડ રૂપિયા (પંજાબ કિંગ્સ)
  • કેમરુન ગ્રીન - 25.20 કરોડ રુપિયા (કોલકાતા નાઇટ રાઇડર્સ)
  • મિશેલ સ્ટાર્ક- 24.75 કરોડ રૂપિયા (કોલકાતા નાઇટ રાઇડર્સ)
  • વેંકટેશ ઐયર - 23.75 કરોડ રૂપિયા (કોલકાતા નાઇટ રાઇડર્સ)

આ પણ વાંચો -  આઈપીએલ 2026 હરાજી લાઇવ અપડેટ્સ

Cameron green ipl Auction 2026

 

કેમરુન ગ્રીન

 

 

મેક્સિમમ ફી નિયમ શું છે?

મેક્સિમમ ફીના નિયમ હેઠળ કોઈ પણ વિદેશી ખેલાડીને 18 કરોડથી વધુની રકમ ચૂકવી શકાતી નથી, જે 2025ની મેગા હરાજી પહેલા ખેલાડીઓને રિટેન કરવા માટેનો સૌથી મોટો સ્લેબ હતો. જો બિડ 18 કરોડ રૂપિયાથી વધુ હશે તો બીસીસીઆઈ વધારાના નાણાંનો ઉપયોગ ખેલાડીઓની ભલાઈ માટે કરશે. આ નિયમ ભારતીય ખેલાડીઓને લાગુ પડશે નહીં.

Advertisment
ipl 2026 સ્પોર્ટ્સ IPL ક્રિકેટ આઈપીએલ હરાજી