IPL 2026 Auction List: IPL હરાજી ક્યારે અને ક્યાં યોજાશે? 350 ખેલાડીઓ હરાજીમાં હશે, અહીં જાણો

TATA IPL 2026 Player List Announced: IPL 2026 માટે રિલીઝ-રીટેન્શન પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ થઈ છે. હવે આગામી સિઝન માટે 10 ડિસેમ્બરે અબુ ધાબીમાં હરાજી યોજાશે. અહીં જાણો હરાજી વિશે તમામ માહિતી. આ હરાજી માટે 1355 ખેલાડીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી જેમાં 350 ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.

TATA IPL 2026 Player List Announced: IPL 2026 માટે રિલીઝ-રીટેન્શન પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ થઈ છે. હવે આગામી સિઝન માટે 10 ડિસેમ્બરે અબુ ધાબીમાં હરાજી યોજાશે. અહીં જાણો હરાજી વિશે તમામ માહિતી. આ હરાજી માટે 1355 ખેલાડીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી જેમાં 350 ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
IPL 2026 Player Auction

IPL 2026 હરાજી - photo- Social media

List of IPL 2026 Player Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 ની હરાજી 16 ડિસેમ્બર 2026 ના રોજ અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર BCCI એ એક હજાર જેટલા ખેલાડીઓના નામ કાપી નાખ્યા છે. કારણ કે હરાજી અગાઉ કુલ 1355 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. આ ઉપરાંત ક્વિન્ટન ડી કૉકની સરપ્રાઈઝ એન્ટ્રી સહિત કુલ 35 નવા ખેલાડીઓને પણ હરાજી લોટમાં સામેલ કરવામાં આવ્યા છે.

Advertisment

ક્રિકબઝના અહેવાલ અનુસાર, ક્વિન્ટન ડી કૉકનું નામ મૂળ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. ઘણી ટીમોની માંગ બાદ તેનું નામ આ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. તેની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે અગાઉ જ્યારે તે આઈપીએલનો ભાગ હતો ત્યારે તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી અને તેના પર કેકેઆરએ તેને ખરીદ્યો હતો.

હરાજી ક્યારે, ક્યાં અને કયા સમયે યોજાશે?

બીસીસીઆઇના અહેવાલ અનુસાર, બોર્ડે તારીખ 8મી ડિસેમ્બરની રાત્રે તમામ ફ્રેન્ચાઈઝીઓને ઈ-મેઈલ મોકલીને જાણ કરી હતી કે, હરાજીમાં કુલ 350 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. તે મંગળવાર, 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીના એતિહાદ એરેનામાં યોજાશે. યુએઈમાં સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1 વાગ્યાથી અને ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 વાગ્યાથી હરાજી શરૂ થશે. આઇપીએલ દ્વારા પણ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

બીસીસીઆઇના જણાવ્યા અનુસાર ખેલાડીઓની હરાજી પ્રથમ કેપ્ડ ખેલાડીઓની બોલી લગાવીને કરવામાં આવશે. જેમાં પહેલા બેટ્સમેનોના નામ, ત્યાર બાદ ઓલરાઉન્ડર, વિકેટકિપર બેટ્સમેન, ફાસ્ટ બોલરો અને સ્પિન બોલરોના નામ ઓર્ડર મુજબ ટેબલ પર આવશે. આ પછી જ અનકેપ્ડ ખેલાડીઓની પ્રક્રિયા શરૂ થશે. કેમરૂન ગ્રીન, ડેવિડ મિલર, વેંકટેશ ઐયર, ડેવોન કોનવે, જેક ફ્રેઝર-મેકગુર્ક જેવા ખેલાડીઓ બધા પર નજર રાખી શકે છે.

Advertisment

હરાજીમાં ઉમેરવામાં આવેલા નવા વિદેશી ખેલાડીઓ

દક્ષિણ આફ્રિકાઃ ક્વિન્ટન ડી કોક, કોનોર એઝથોર હ્યુઝન, જ્યોર્જ લિન્ડે, બાયન્ડા મજોલા.

શ્રીલંકા : ટ્રેવિન મેથ્યુઝ, બિનુરા ફર્નાન્ડો, કુસલ પરેરા, દુનિથ વેલ્લાલેગે

ઇંગ્લેન્ડઃ માઇલ્સ હેમન્ડ, ડેન લેટ્ટાગન

અફઘાનિસ્તાન - આરબ ગુલ

વેસ્ટ ઈન્ડિઝ- અકીમ ઓગસ્ટે

Express Investigation: પુડુચેરી ક્રિકેટમાં એક મોટું કૌભાંડ, પૈસા આપો ટીમમાં ઘૂસો, અસલ ટેલેન્ટ બહાર, 1.2 લાખમાં બની રહ્યા છે ‘લોકલ’ ખેલાડી!

હરાજીમાં ઉમેરવામાં આવેલા નવા ભારતીય ખેલાડીઓ

સાદિક હુસૈન, વિષ્ણુ સોલંકી, સાબીર ખાન, બ્રિજેશ શર્મા, કનિષ્ક ચૌહાણ, એરોન જ્યોર્જ, જિક્કુ બ્રાઇટ, શ્રીહરિ નાયર, માધવ બજાજ, શ્રીવત આચાર્ય, યશરાજ પુંજા, સાહિલ પરખ, રોશન વાઘસરે, યશ દિચોલકર, અયાઝ ખાન, ધુર્મિલ મટકર, નમન પુષ્પક, પરીક્ષિત વલસંકર, પૂરબ અગ્રવાલ, રિષભ ચૌહાણ, સાગર સોલંકી, ઇઝ સવારિયા, અમન શેખાવત.

આઈપીએલ હરાજી ક્રિકેટ IPL સ્પોર્ટ્સ